________________
સમ્યક્ત્વના પાંચ દોષો હોય છે. તેમનું આચરણ કરનારા સમ્યક્ત્વમાંથી ચ્યુત થયા વિના રહેતા નથી. એટલા માટે સમ્યક્ત્વીએ આ દોષોથી બચીને રહેવું જોઈએ
૧. શંકા—લક્ષ્ય પ્રતિ સંદેહ.
૨. કાંક્ષા—લક્ષ્યથી વિપરીત દૃષ્ટિકોણ પ્રતિ અનુરાગ. ૩. વિચિકિત્સા—લક્ષ્યપૂર્તિના સાધનો પ્રતિ સંશયશીલતા. ૪. પરપાખંડ-પ્રશંસા—લક્ષ્યથી પ્રતિકૂળ ચાલનારાઓની પ્રશંસા. ૫. ૫૨પાખંડ-સંસ્તવ—લક્ષ્યથી પ્રતિકૂળ ચાલનારાઓનો પરિચય. મિથ્યાવાદીઓની તેવી પ્રશંસા અને તેવો સંપર્ક કરવો કે જેનાથી મિથ્યાત્વને પ્રોત્સાહન મળે.
આ આત્મઘાતી દોષોથી દૂર રહેનાર વ્યક્તિને સમ્યક્ત્વી સમજવી જોઈએ.
સમ્યક્ત્વીના પાંચ ભૂષણ હોય છે
:
૧. થૈર્ય—તીર્થંકર દ્વારા કથિત ધર્મમાં સ્વયં સ્થિર રહેવું અને બીજાઓને સ્થિર કરવાનો પ્રયત્ન કરવો.
૨. પ્રભાવના—ધર્મ-શાસનની બાબતમાં ફેલાયેલી ભ્રાંત ધારણાઓનું નિરાકરણ કરવું અને તેના મહત્ત્વને પ્રકાશમાં લાવવું. ૩. ભક્તિધર્મ-શાસનની ભક્તિ કે બહુમાન ક૨વું.
૪. કૌશલ——તીર્થંકર દ્વારા કથિત તત્ત્વોને સમજવા અને સમજાવવામાં નિપુણતા પ્રાપ્ત કરવી.
૫. તીર્થ-સેવા—સાધુ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા—આ ચાર તીર્થ છે, તેમની યથોચિત સેવા કરવી.
સમ્યક્ત્વને સ્થિર રાખવા માટે છ સ્થાનો જાણવા પણ જરૂરી છે, જેવાં કે
૧. આત્મા છે.
૨. આત્મા દ્રવ્ય રૂપે નિત્ય છે.
૩. આત્મા પોતાના કર્મોનો કર્તા છે.
૪. આત્મા પોતાનાં કરેલાં કર્મોનાં ફળને ભોગવે છે.
Jain Educationa International
જીવું-અજીવ - ૧૩૪
For Personal and Private Use Only
www.jainelibrary.org