________________
૫. આત્મા કર્મ-મળથી મુક્ત થઈ શકે છે. ૬. આત્માને મુક્ત થવાનાં સાધનો છે. મિથ્યાત્વી બે પ્રકારના હોય છે : ૧. આભિગ્રહિક. ૨. અનાભિગ્રહિક.
પ્રબળ-કષાયને કારણે જે લોકો અસત્યના પક્ષપાતી અને દુરાગ્રહી હોય છે, તેમને આભિગ્રહિક કહેવામાં આવે છે.
જે સત્ય-તત્ત્વ પરીક્ષાનો અવસર ન મળવાના કારણે જ મિથ્યાત્વી છે, જેનામાં અસત્યનો કોઈ પક્ષપાત નથી, તેઓ અનાભિગ્રહિક મિથ્યાત્વી કહેવાય છે. - મિથ્યાત્વી બધી વાતોમાં બ્રાંત રહે છે તથા તેમની ધાર્મિક પ્રવૃત્તિઓ પણ લાભદાયક નથી, તેવું માનવું તે એકાંત ભ્રમ છે. ઘણુંખરું એમ પૂછી લેવાય છે કે અમુક વ્યક્તિ સમ્યસ્વી છે કે મિથ્યાત્વી, પણ આ કોઈ પૂછવાનો વિષય નથી, આ તો અનુભવગમ્ય છે. નિશ્ચય-દષ્ટિથી તો કોણ કહી શકે, પરંતુ વ્યવહારમાં મિથ્યાત્વી અને સમ્યક્તીને ઓળખવા માટે ભિન્નભિન્ન લક્ષણો દર્શાવવામાં આવ્યાં છે. જેનામાં જેવાં લક્ષણ મળે છે, તેમને તેવા સમજી લેવા જોઈએ.
=
અઢારમો બોલ૦ ૧૩૫
=
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org