________________
અઢારમો બોલ
દષ્ટિ ત્રણ
૧. સમ્યક દૃષ્ટિ ૨.મિથ્યાષ્ટિ ૩. સમ્યફ-મિથ્યા દૃષ્ટિ
સાધારણ રીતે દષ્ટિનો અર્થ છે–આંખ. પરંતુ અહીં દૃષ્ટિ શબ્દનો પ્રયોગ તત્ત્વ-શ્રદ્ધા(તાત્ત્વિક રુચિ)ના અર્થમાં થયો છે.
સમ્યફ અર્થાત્ પદાર્થોનાં મૂળ સ્વરૂપને જાણનારાની દષ્ટિ સમ્યક દૃષ્ટિ હોય છે. મિથ્યા અર્થાત પદાર્થોને મિથ્યા માનનારાની દૃષ્ટિમિથ્યા દૃષ્ટિ હોય છે. બાકી તત્ત્વોમાં યથાર્થ વિશ્વાસ રાખનારા તથા કોઈ એક તત્વમાં સંદેહ રાખનારાની દૃષ્ટિ સમ્યફ-મિથ્યા દષ્ટિ હોય છે.
અહીં સમ્યક્તીની દૃષ્ટિને સમ્યફ-દષ્ટિ, મિથ્યાત્વીની દૃષ્ટિને મિથ્યા-દષ્ટિ અને સમ્યક-મિથ્યાત્વીની દષ્ટિને સમ્યક-મિથ્યા-દષ્ટિ કહી છે. ત્રણેની દષ્ટિઓ નિરવદ્ય અને વિશુદ્ધ છે. આ ત્રણે દૃષ્ટિઓ મોહનીય કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. પ્રશ્ન–મિથ્યાત્વ અને મિથ્યાદષ્ટિમાં શું તફાવત છે?
ઉત્તર–મિથ્યાત્વ મોહનીય-કર્મનો ઉદયભાવ છે અને મિથ્યાદૃષ્ટિ મોહનીય કર્મનો ક્ષયોપશમ-ભાવ છે. મિથ્યાત્વનો અર્થ છે – તાત્વિક શ્રદ્ધાની વિપરીતતા અને મિથ્યા-દષ્ટિનો અર્થ છે –
= ૭
જીવ-અજીવ ૧૩ર .
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org