________________
એને કાપીને પાડી દઈએ તો ઠીક થાય. જેથી કરીને નીચે બેઠાંબેઠાં જ સારા જાંબુ ખાઈ શકીએ.” આવું સાંભળીને બીજી વ્યક્તિ બોલી—“તેનાથી શું લાભ? માત્ર મોટી-મોટી ડાળીઓ જ કાપી નાખીએ એટલે કામ ચાલશે.' ત્રીજાએ કહ્યું—“એ તો ઠીક નથી, નાની-નાની ડાળીઓથી પણ આપણું કામ ચાલશે.' ચોથાએ કહ્યું–માત્ર જાંબુના ઝૂમખાં જ તોડીએ તો ય પૂરતું છે.' પાંચમો બોલ્યો––“આપણે ઝૂમખાં તોડવાનું શું કામ છે ? માત્ર ફળો જ ચૂંટી લઈએ. તો ઠીક પડશે.” છેલ્લે છઠ્ઠો બોલ્યો–“આ બધા વિચારો નકામા છે, આપણે જેટલી જરૂર છે તેટલા ફળો તો નીચે પડેલાં જ છે. પછી ખાલી-ખાલી એટલા ફળ તોડવાથી શું લાભ?'
આ દૃષ્ટાંત વડે લેશ્યાઓનું સ્પષ્ટ રૂપ સમજમાં આવી જાય છે. પહેલી વ્યક્તિના પરિણામો કૃષ્ણ લેશ્યાના છે અને ક્રમશઃ છઠ્ઠી વ્યક્તિના પરિણામો શુક્લ લેશ્યાના છે. આ દૃષ્ટાંત માત્ર પરિણામોની તરતમતા દર્શાવવા માટે છે.
=
==ો. સત્તરમો બોલ૦ ૧૩૧
ઉ=
=
=
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org