________________
પ્રવૃત્તિનો નિરોધ કરીને અયોગી બની જાય છે. આ અવસ્થામાં તે અનાદિકાલીન કર્મબંધન તોડીને સર્વથા મુક્ત અને સ્વતંત્ર બની જાય છે. તેનું સંસારી જીવન સમાપ્ત થઈ જાય છે.
પ્રશ્ન—ગુણસ્થાનોના નિર્માણનો આધાર શું છે ?
ઉત્તર—આત્મામાં પાંચ પ્રકારનું માલિન્ય છે. પહેલું માલિન્ય છે મિથ્યાત્વ, જે સમ્યક્ શ્રદ્ધાને આચ્છાદિત કરી બુદ્ધિને વિપરીત બનાવે છે. બીજું માલિન્ય છે—અવિરતિ, જે આત્માને આશાતૃષ્ણાના પાશમાં બાંધે છે. ત્રીજું માલિન્ય છે—પ્રમાદ, જે આત્માને સતત ઉત્સાહભંગ કરી તેને પ્રમાદી બનાવે છે. ચોથું માલિન્ય છે— કષાય, જે આત્માને પ્રજવલિત કરે છે. પાંચમું માલિન્ય છે— યોગ, જે આત્માને ચંચળ બનાવે છે. આ (માલિન્યો)નું નામ જૈન પરિભાષામાં આશ્રવ છે. આશ્રવ પાંચ છે—મિથ્યાત્વ-આશ્રવ, અવ્રત-આશ્રવ, પ્રમાદ-આશ્રવ, કષાય-આશ્રવ અને યોગઆશ્રવ. આ આશ્રવો તથા મોહનીય-કર્મની પ્રબળતા અને નિર્બળતા પર જ જીવની ચૌદ અવસ્થાઓનું નિર્માણ થાય છે. જેટલું જેટલું માલિન્ય દૂર થાય છે, તેટલી તેટલી આત્મવિશુદ્ધિ થાય છે અને આ જ વિશુદ્ધિનું નામ ગુણસ્થાન છે. ગુણસ્થાનોનો વિકાસ-ક્રમઃ
પહેલી અવસ્થામાં વિપરીત-બુદ્ધિ જેમની તેમ રહે છે. ભૌતિકને સાર અને આધ્યાત્મિકને અસાર સમજવાની ભાવના બળવાન બની રહે છે. આ સાચી વસ્તુસ્થિતિને ફે૨વી નાખનાર મનોદશા છે. આવી પરિસ્થિતિ હોવાથી જે જે જ્ઞાનાવરણીય આદિ કર્મોનો ક્ષયોપશમ (પરિમિત રૂપમાં અભાવ) છે, તે ગુણસ્થાન છે. પરંતુ જે મિથ્યાત્વ છે, તત્ત્વજ્ઞાન પ્રત્યે વિપરીત આસ્થા છે, તે ગુણસ્થાન નથી. મિથ્યાર્દષ્ટિમાં સમતા છે, જેથી તે ગુણસ્થાનનો અધિકા૨ી બને છે. મિથ્યાદૃષ્ટિમાં જે યથાસ્થિત જ્ઞાન કે સમ્યક્ આચરણ હોય છે, તે તેનું ગુણસ્થાન છે. મિથ્યાત્વી ગાયને ગાય જાણે છે, ભેંસને ભેંસ જાણે છે, અને બીજી પણ જે જે વસ્તુઓ જે જે રૂપમાં છે તે તેમને તેવી જ જાણે છે. તે તેનું જાણવું ઠીક છે અને ગુણસ્થાન છે. મિથ્યાત્વીનું બધું જ આચરણ મિથ્યા નથી હોતું. તેમાં મોક્ષમાર્ગાનુસા૨ી આચરણ પણ હોય છે. તે અવસ્થામાં અલ્પ વિકાસ થાય છે; પરંતુ એ વિકાસક્રમની કોટિમાં નથી.
અગિયારમો બોલ – ૭૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org