________________
છે. આઠમા ગુણસ્થાનનું નામ, જે કષાય નિવૃત્ત થયો, તેના આધારે પાડવામાં આવ્યું છે. નવમા ગુણસ્થાનનું નામ, જે કષાય નિવૃત્ત નથી થયો, તેના આધારે પાડવામાં આવ્યું છે. ૧૦. સૂક્ષ્મ-સંપરાય ગુણસ્થાન
સંપરામનો અર્થ છે–લોભ-કષાય. જેમાં લોભકષાય સૂક્ષ્મ અંશે વિદ્યમાન હોય, તેના ગુણસ્થાનને સૂક્ષ્મ-સંપાય-ગુણસ્થાન કહેવામાં આવે છે. આ અવસ્થામાં ક્રોધ, માન, માયા–આ ત્રણ કષાય ઉપશાંત અથવા ક્ષીણ થઈ જાય છે, માત્ર લોભ-કષાય અલ્પ માત્રામાં રહે છે. ૧૧. ઉપશાંત-મોહ-ગુણસ્થાન
જેનો મોહ અંતમુહૂર્ત સુધી ઉપશાંત થઈ જાય છે, તેના ગુણસ્થાનને ઉપશાંત-મોહ-ગુણસ્થાન કહેવામાં આવે છે. આ અવસ્થામાં અવશિષ્ટ લોભનો ઉપશમ થાય છે, પરંતુ સમૂળો વિચ્છેદ નહીં. તે રાખથી ઢાંકેલી આગની જેમ ફરી ભભકી ઊઠે છે. ૧૨. ક્ષીણ-મોહ-ગુણસ્થાન
જેનું મોહ-કર્મ સર્વથા ક્ષીણ થઈ જાય છે, તેના ગુણસ્થાનને ક્ષીણ-મોહ-ગુણસ્થાન કહેવામાં આવે છે. આ અવસ્થામાં મોહ સર્વથા ક્ષીણ થઈ જાય છે. પૂર્વ અવસ્થામાં સંજવલન-લોભનું અસ્તિત્વ રહેતું હોય છે. આ અવસ્થામાં તે પૂર્ણ રૂપે નાશ પામે છે. આત્મા પૂર્ણ વીતરાગ બની જાય છે. ૧૩. સયોગી-કેવલી-ગુણસ્થાન
જે કેવલી સયોગી હોય છે; મન, વચન અને કાયાની પ્રવૃત્તિથી યુક્ત હોય છે, તેના ગુણસ્થાનને સયોગી-કેવલી-ગુણસ્થાન કહેવામાં આવે છે. આ અવસ્થામાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય—એ ત્રણે ઘાતી કર્મ સર્વથા ક્ષીણ થઈ જાય છે. આત્મા સર્વજ્ઞ, સર્વદર્શી અને અંતરાયરહિત બની જાય છે. ૧૪. અયોગી-કેવલી-ગુણસ્થાન
જે કેવલી અયોગી હોય છે—મન, વચન અને કાયાની પ્રવૃત્તિરહિત હોય છે, તેના ગુણસ્થાનને અયોગી-કેવલી-ગુણસ્થાન કહેવાય છે. આ અવસ્થામાં કેવલી મન, વાણી અને કાયાની
હક
જીવ-અજીવ ૦ ૭૬ .
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org