________________
બંધનોથી છૂટવાનો ઉપાય શું છે ? વગેરે બાબતો પર આત્માનું ચિંતન શરૂ થઈ જાય છે. મોક્ષ તરફ અગ્રેસર થવાની ચેષ્ટા થવા લાગે છે. અન્ય દર્શનો આ અવસ્થાને આત્મદર્શન અથવા આત્મસાક્ષાત્કાર પણ કહે છે. ૫. દેશ-વિરતિ-ગુણસ્થાન
જે વ્યક્તિના વ્રત-અવ્રત બંને હોય, પૂર્ણ વ્રત ન હોય, તેના ગુણસ્થાનને દેશવિરતિ અથવા વિરતાવિરત ગુણસ્થાન કહેવામાં આવે છે. તેને દેશવતી, સંયતાસંતી, વતાવતી અને ધર્માધર્મી ગુણસ્થાન પણ કહે છે. તેમાં સત્યના આચરણનો પ્રારંભ થઈ જાય છે. ૬. પ્રમત્ત-સંયત-ગુણસ્થાન
પ્રમાદી સાધુના ગુણસ્થાનને પ્રમત્ત-સંયત ગુણસ્થાન કહેવામાં આવે છે. તેમાં સત્યના આચરણનો પૂર્ણ સંકલ્પ હોય છે. જીવન ત્યાગમય, સાધનામય બની જાય છે. ૭. અપ્રમત્ત-સંયત-ગુણસ્થાન
અપ્રમાદી સાધુના ગુણસ્થાનને અપ્રમત્ત-સંયત ગુણસ્થાન કહેવામાં આવે છે, આ અવસ્થામાં પ્રમાદ (અનુત્સાહ)નો અભાવ હોય છે આથી આ છઠ્ઠી અવસ્થાથી પણ અધિક વિશુદ્ધ છે. ૮.નિવૃત્તિ બાદર ગુણસ્થાન
જેમાં ધૂળ કષાયની નિવૃત્તિ થાય છે તેને (અર્થાત્ કષાય અલ્પાંશે ઉપશાંત કે ક્ષીણ થાય છે) નિવૃત્તિ બાદર ગુણસ્થાન કહેવામાં આવે છે. આ અવસ્થામાં આત્મા સ્થૂળ રૂપે કષાયો (ક્રોધ, માન, માયા, લોભ)થી મુક્ત થઈ જાય છે. ૯. અનિવૃત્તિ-બાદર ગુણસ્થાન
જેમાં ધૂળ કષાયની અનિવૃત્તિ હોય છે (અર્થાત્ કષાય થોડી માત્રામાં રહે છે, તેને અનિવૃત્તિ-બાદર ગુણસ્થાન કહેવામાં આવે છે. આ અવસ્થામાં આત્મા કષાયથી ઘણેભાગે નિવૃત્ત થઈ જાય છે. આઠમા ગુણસ્થાનમાં કષાયની નિવૃત્તિ થોડી માત્રામાં હોય છે, એટલે તેને નિવૃત્તિ-બાદર કહે છે. નવમા ગુણસ્થાનમાં કષાય થોડી માત્રામાં બાકી રહે છે, એટલે તેને અનિવૃત્તિ-બાદર કહેલ
= અગિયારમો બોલ૦ ૭૫ =
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org