________________
આ બંને મિથ્યાદષ્ટિ-ગુણસ્થાનની પરિભાષાઓ છે. પહેલી પરિભાષામાં ગુણી (વ્યક્તિ)ને લક્ષ્યમાં રાખી તેનામાં પ્રાપ્ત થતા ગુણને ગુણસ્થાન કહ્યું છે અને બીજીમાં વ્યક્તિને ગૌણ માનીને માત્ર ક્ષાયોપથમિક દૃષ્ટિને જ ગુણસ્થાન કહેવામાં આવ્યું છે. આ બંનેનો અર્થ એક છે, નિરૂપણના પ્રકાર બે છે. પહેલી અનુસાર વિપરીત દૃષ્ટિવાળા પુરુષમાં જે ક્ષાયોપથમિક ગુણ છે, તે મિથ્યાત્વી પુરુષમાં હોવાના કારણે મિથ્યાદષ્ટિ-ગુણસ્થાન કહેવાય છે. ૨. સાસ્વાદન-સમ્યગુ-દષ્ટિ-ગુણસ્થાન
જેની દૃષ્ટિ સમ્યક્તથી કંઈક સ્વાદસહિત હોય છે, તે વ્યક્તિના ગુણસ્થાનને સાસ્વાદન-સમ્યગ્દષ્ટિ-ગુણસ્થાન કહેવામાં આવે છે.
સમ્યગુ-દષ્ટિ વ્યક્તિ ઉપશમ સમ્યક્તથી શ્રુત થઈને જ્યાં સુધી પહેલાં ગુણસ્થાનમાં પહોંચી જતી નથી ત્યાં સુધીની તે વચ્ચેની અવસ્થાનું નામ સાસ્વાદન-સમ્યગ્ન-દૃષ્ટિ-ગુણસ્થાન છે. ફળ વૃક્ષ પરથી પડે છે પરંતુ પૃથ્વીને અડે તે પહેલાંની અવસ્થાની માફક આ બીજું ગુણસ્થાન છે. ૩. મિશ્ર-ગુણસ્થાન
આ આત્માની સંદેહસહિત દોલાયમાન અવસ્થા છે. તેમાં વિચારધારા નિશ્ચિત હોતી નથી. તત્ત્વ તરફની દૃષ્ટિ મિશ્રિત હોય છે. સમ્યફ છે કે અસમ્યફ–એવી રીતે સંદેહશીલ હોય છે. આ દોલાયમાન અવસ્થાવાળા વ્યક્તિનું ગુણસ્થાન મિશ્ર ગુણસ્થાન છે. પહેલા ગુણસ્થાન અને આ ગુણસ્થાનમાં એ જ ભિન્નતા છે કે પહેલાવાળાની દૃષ્ટિ તત્ત્વ તરફ એકાંત રૂપે મિથ્યા હોય છે અને આ ગુણસ્થાનવાળાની સંદિગ્ધ હોય છે. ૪. અવિરત-સમ્યગુ-દૃષ્ટિ-ગુણસ્થાન
જેને સમ્યગુ-દષ્ટિ પ્રાપ્ત થઈ હોય પરંતુ કોઈ પ્રકારનું વ્રત હોતું નથી, તે વ્યક્તિના ગુણસ્થાનને અવિરત-સમ્ય-દષ્ટિ-ગુણસ્થાન કહેવામાં આવે છે. આ વ્રતરહિત સમ્યગૂ-દર્શનની અવસ્થા છે. સત્ય પ્રતિ આસ્થા થઈ જાય છે પરંતુ તેનું આચરણ કરવાની સ્થિતિ બનતી નથી. આત્માને આ જ અવસ્થામાં પોતાનું ભાન થાય છે, દેહ જુદો છે અને આત્મા જુદો છે તેવો વિવેક પ્રાપ્ત થાય છે. મારા જીવનનું લક્ષ્ય શું છે? હું સંસારમાં શા માટે આવ્યો છું? સંસારિક
== જીવ-અજીવ ૭૪ .
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org