________________
પોતાના આત્માની દુષ્ટ પ્રવૃત્તિ જેવો અનર્થ કરે છે, તેવો અનર્થ ગળું કાપનાર પણ નથી કરતો'
આવા પ્રકારનું ચિંતન કરવું તે અપાય-વિજય ધર્મ-ધ્યાન છે.
(ગ) વિપાક-વિચય–અનુભવમાં પ્રાપ્ત વિપાકોમાંથી કયોકયો વિપાક કયા-કયા કર્મનો છે તથા અમુક કર્મનો અમુક વિપાક સંભવે છે–એના વિચાર માટે મનોયોગ કરવો.
(ઘ) સંસ્થાન-વિચય–લોકનાં સ્વરૂપનો વિચાર કરવામાં મનોયોગ કરવો. ૪. શુક્લ-ધ્યાન
શુક્લધ્યાનના ચાર ભેદો છે : (ક) પૃથક્વ-વિતર્ક-સવિચાર
પૃથક્વનો અર્થ છે ભિન્નતા, વિતર્કનો અર્થ શ્રુતજ્ઞાન અને વિચારનો અર્થ છે એક અર્થથી બીજા અર્થ ઉપર, એક શબ્દ પરથી બીજા શબ્દ પર, અર્થથી શબ્દ પર અને શબ્દથી અર્થ પર, એક યોગમાંથી બીજા યોગ પર ચિંતનાર્થે પ્રવૃત્તિ કરવી.
આ ધ્યાનમાં શ્રતધ્યાનના આધાર પર ચેતન કે અચેતન પદાર્થમાં ઉત્પાદ, વિનાશ, નિશ્ચલતા, રૂપીત્વ, અરૂપીત્વ, સક્રિયત્વ, નિષ્ક્રિયત્ન વગેરે પર્યાયોનું ભિન્ન-ભિન્ન રૂપે ચિંતન કરવામાં આવે છે. ચિંતનનું પરિવર્તન થતું રહે છે. આ ભેદપ્રધાન છે. (ખ) એકત્વ-વિતર્ક-અવિચાર
એકત્વનો અર્થ છે અભિન્નતા, વિતર્કનો અર્થ છે શ્રુતજ્ઞાન અને અવિચારનો અર્થ છે એક અર્થ પરથી બીજા અર્થ પર, એક શબ્દથી બીજા શબ્દ પર, અર્થથી શબ્દ પર અને શબ્દથી અર્થ પર, એક યોગથી બીજા યોગ પર ચિંતનાર્થે પ્રવૃત્તિ ન કરવી. તેમાં ધ્યાન કરનાર કોઈ એક શબ્દ અને અર્થને લઈને ચિંતન કરે છે. પરંતુ ભિન્ન-ભિન્ન શબ્દ, અર્થ, યોગ વગેરેમાં સંચાર–પરિવર્તન નથી કરતો. આ અભેદ-પ્રધાન છે..
આ બેમાંથી પહેલા ભેદપ્રધાનનો અભ્યાસ દૃઢ થઈ ગયા પછી બીજા અભેદપ્રધાનની યોગ્યતા પ્રાપ્ત થાય છે. જેવી રીતે આખા શરીરમાં ફેલાયેલા સાપના ઝેરને મંત્ર વગેરે ઉપાયોથી માત્ર ડંખની
. જીવ-અજીવ, ૧૩૮ ૭.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org