________________
જગ્યાએ લાવીને સ્થાપિત કરવામાં આવે છે, તેવી જ રીતે સમગ્ર જગતમાં ભિન્ન-ભિન્ન વિષયોમાં ભટકતા ચંચળ મનને ધ્યાન દ્વારા કોઈ એક વિષય પર ચોંટાડીને સ્થિર કરવામાં આવે છે. એક વિષય પર સ્થિરતા પ્રાપ્ત થતાં જ મન પણ સર્વથા શાંત થઈ જાય છે. મનની ચંચળતા દૂર થઈ જાય છે અને તે નિષ્કપ બની જાય છે. તેનું પરિણામ એ આવે છે કે જ્ઞાનનાં બધાં આવરણો હટી જાય છે. (ગ) સૂમક્રિયા-અપ્રતિપાતી
જ્યારે કેવલી સૂક્ષ્મ-શરીર-યોગનો આશ્રય લઈને બાકીના બધા યોગો(મન, વચન અને કાયાની પ્રવૃત્તિઓ)ને રોકી દે છે ત્યારે સૂક્ષ્મક્રિયા-અપ્રતિપાતી ધ્યાન કહેવાય છે. તેમાં શ્વાસોચ્છવાસ જેવી સૂક્ષ્મ ક્રિયા જ બાકી રહે છે. આ અવસ્થામાં પહોંચેલો સાધક નીચેની અવસ્થામાં ફરી આવતો નથી, આમાં જ સ્થિર બની જાય છે. (ઘ) સમુચ્છિન્ન-ક્રિયા-અનિવૃત્તિ
જ્યારે શરીરની શ્વાસ-પ્રશ્વાસ વગેરે સૂક્ષ્મ ક્રિયા પણ બંધ થઈ જાય છે અને આત્મપ્રદેશ સર્વથા નિષ્ઠપ થઈ જાય છે ત્યારે તે સમુચ્છિન્ન-ક્રિયા-અનિવૃત્તિ-ધ્યાન કહેવાય છે. તેમાં સ્થૂળ કે સૂક્ષ્મ કોઈ પણ પ્રકારની માનસિક, વાચિક કે કાયિક ક્રિયા રહેતી નથી. આ સ્થિતિ એક વાર પ્રાપ્ત થયા પછી ક્યારેય જતી નથી. આ ધ્યાનના પ્રભાવથી બાકી રહેલા સર્વ કર્મો ક્ષીણ થઈ જવાથી મોક્ષ થઈ જાય છે. ત્રીજા અને ચોથા શુક્લ-ધ્યાનમાં કોઈ પ્રકારના શ્રુતજ્ઞાનનું આલંબન નથી હોતું, આથી એ બંને અનાલંબન હોય છે.
સૂક્ષ્મ-ક્રિયા-અપ્રતિપાતી અને સમુચ્છિન્ન-ક્રિયા-અનિવૃત્તિ સિવાય બાકીના બધાં ધ્યાનો ચિંતનાત્મક હોય છે અને આ બંને યોગનિરોધાત્મક હોય છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી ચિંતનાત્મક ધ્યાન રહે છે. કેવલીને માત્ર યોગનિરોધાત્મક ધ્યાન જ હોય છે. મુક્ત થવાના અંતમુહૂર્ત પહેલાં મનોયોગનો, તે પછી વચનયોગનો, તે પછી કાયયોગનો અને તેની પછી શ્વાસોચ્છવાસનો નિરોધ થઈ જાય છે. ત્યારે ચૌદમુ અયોગી ગુણસ્થાન આવી જાય છે, આત્માની બધી પ્રવૃત્તિઓ અટકી જાય છે. આ આત્માની શૈલેષી–મેની જેવી અડોલ અવસ્થા છે. આ અવસ્થા વડે આત્મા મુક્ત બને છે.
-
-
ઓગણીસમો બોલ૦ ૧૩૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org