________________
વીસમો બોલ
દ્રવ્ય છ
૧. ધર્માસ્તિકાય ૪. જીવાસ્તિકાય ૨. અધર્માસ્તિકાય પ. પુદ્ગલાસ્તિકાય
૩. આકાશાસ્તિકાય ૬. કાળ દ્રવ્ય
જેમાં ગુણ અને પર્યાય હોય છે તેને દ્રવ્ય કહે છે. ગુણ
અવિચ્છિન્ન રૂપે દ્રવ્યમાં રહેનારું, દ્રવ્યનો જે સહભાવી-ધર્મ અર્થાત્ દ્રવ્યને છોડીને અન્યત્ર ન જઈ શકનારો સ્વભાવ છે, તે ગુણ કહેવાય છે. ગુણ દ્રવ્યથી ક્યારેય જુદું થઈ શકતું નથી. પર્યાય દ્રવ્યની જે જુદી-જુદી અવસ્થાઓ હોય છે, તેમનું નામ પર્યાય છે. દ્રવ્ય પૂર્વ પ્રાપ્ત અવસ્થાઓને છોડે છે અને પછી-પછીની અવસ્થાઓને પ્રાપ્ત કરતું જાય છે, તો પણ પોતાનાં સ્વરૂપને છોડતું નથી. તે બંને અવસ્થાઓમાં પોતાનાં સ્વરૂપને સુરક્ષિત રાખે છે. સોનાનાં રૂપમાં પરિણત જે પુગલો છે તે સોનાની આકૃતિના પરિવર્તનની સાથે-સાથે વિવિધ પ્રકારની અવસ્થાઓ પામે છે. સોનાની ક્યારેક અંગુઠી બનાવાય છે, ક્યારેક બંગડી તો ક્યારેક
-
જીવ-અજીવ . ૧૪૦
-
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org