________________
કડું. છતાં પણ સોનું સોનું જ રહે છે. પરિવર્તન તો માત્ર આકૃતિઓનું થાય છે. સોનુ કોઈ સ્વતંત્ર દ્રવ્ય નથી, તે પુગલ-દ્રવ્યની અનંત અવસ્થાઓમાંથી એક અવસ્થા છે. આજ જે પુદ્ગલ-સ્કંધો સોનાનાં રૂપમાં પરિણત છે, તેઓ પણ એક દિવસ સોનાનાં રૂપને છોડીને માટીનાં રૂપમાં બદલાઈ શકે છે, માટીનાં રૂપને છોડીને ફરી કોઈ નવું રૂપ ધારણ કરી શકે છે. આ રીતે તેમનું જુદી-જુદી અવસ્થાઓમાં પરિણમન થવા છતાં પણ તેમનું દ્રવ્યત્વ બની રહે છે. પુગલદ્રવ્યનું લક્ષણ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ છે. જ્યારે તે પુગલસમુદાય સોનાનાં રૂપમાં રહે છે ત્યારે પણ તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ મળે છે. ફરી તે પુગલ-સમૂહ જ્યારે માટીનાં રૂપમાં બદલાઈ જાય છે ત્યારે પણ તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ મળે છે. તે પુગલ-સમૂહ ભલે કોઈ પણ રૂપમાં ફેરવાઈ જાય તેનું લક્ષણ તો તેનાથી દૂર નહીં થાય. જો તે પુગલ-સમુદાય, સમુદાયની અવસ્થાને છોડીને વિખરાઈ જાય, અર્થાત્ એક-એક પરમાણુનાં રૂપમાં અલગઅલગ થઈ જાય ત્યારે પણ પ્રત્યેક પરમાણુમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ મળશે. દ્રવ્યની અવસ્થા બદલતાં રહેવા છતાં પણ દ્રવ્યનું સ્વરૂપ તે જ રહે છે. દ્રવ્ય નિત્ય પણ છે અને અનિત્ય પણ. દ્રવ્ય ભિન્નભિન્ન અવસ્થાઓને પ્રાપ્ત કરતું રહેવા છતાં પણ પોતાનાં સ્વરૂપને ત્યજતું નથી, આથી તે નિત્ય છે અને તે જુદી-જુદી અવસ્થાઓને પ્રાપ્ત કરે છે તેથી તે અનિત્ય છે.
પુગલ-દ્રવ્ય સિવાય બાકીનાં પાંચ દ્રવ્યો અમૂર્ત(અરૂપી) છે, આથી દષ્ટિગમ્ય નથી. પુદ્ગલ દ્રવ્ય મૂર્તિ છે, છતાં પણ પરમાણુઓ અથવા સૂક્ષ્મ સ્કંધો શક્તિશાળી યંત્રોની સહાયતા મળવા છતાં પણ દષ્ટિગોચર થતાં નથી. જે દેખાઈ શકે છે, તે વ્યવહારિક પરમાણુઓ છે, વાસ્તવમાં તે અનંતપ્રદેશી ઢંધો છે.
વસ્તુની વિશેષ જાણકારી માટે ચૌદ દ્વાર બતાવવામાં આવ્યાં છે. એક નવીન વસ્તુને જોઈને એ જાણવાની ઈચ્છા થાય છે કે અમુક વસ્તુ ક્યારે તૈયાર થઈ? કેવી રીતે તૈયાર થઈ? તેમાં કયા ગુણો છે? વગેરે વગેરે.
૧. નિર્દેશ, સ્વામિત્વ, સાધન, અધિકરણ, સ્થિતિ, વિધાન, સત્, સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન, કાળ, અંતર, ભાવ અને અલ્પબદુત્વ.
-= વીસમો બોલ. ૧૪૧ =
-
-
-
-
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org