________________
પ્રસ્તુત બોલમાં માત્ર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ગુણ—આ પાંચ દ્વારો વડે જ દ્રવ્યની મીમાંસા કરવામાં આવી છે.
દ્રવ્ય—તેનું સ્વરૂપ શું છે ?
ક્ષેત્ર—તે કયા સ્થાનમાં પ્રાપ્ય છે ?
કાળ—તે ક્યારે ઉત્પન્ન થયું ? હવે છે કે નહીં ? અને ક્યાં સુધી રહેશે ?
ભાવ—તે કઈ અવસ્થામાં છે ?
ગુણ—તે જગતનું ઉપકારી છે કે નહીં, જો છે તો કયો ઉપકાર કરે છે ?
આ પાંચ પ્રશ્નો વડે છ દ્રવ્યોનું સ્વરૂપ સમજાવવું તે આ બોલનો ઉદ્દેશ્ય છે.
૧. ધર્માસ્તિકાય
અહીં ધર્મનો અર્થ છે—જે જીવ અને પુદ્ગલની ગતિમાં ઉદાસીન સહાયક થાય છે, તે દ્રવ્ય. અસ્તિકાયનો અર્થ છે—પ્રદેશસમૂહ.
દ્રવ્યથી ધર્માસ્તિકાય એક દ્રવ્ય છે, અર્થાત્ તે અસંખ્ય પ્રદેશનો અવિભાજ્ય પિંડ છે. એક કહેવાનો અભિપ્રાય એ છે કે તે એક જ છે, બહુવ્યક્તિક નહીં.
ક્ષેત્રથી તે સકલ-લોકવ્યાપી છે. સમગ્ર લોકમાં ફેલાયેલ છે.
કાળથી તે અનાદિ-અનંત છે . તે ન તો ક્યારેય ઉત્પન્ન થયું હતું અને ન ક્યારેય તેનો અંત થશે. અર્થાત્ તે ત્રિકાળવર્તી છે. ભાવથી તે અરૂપી(રૂપ-રહિત) છે.
ગુણથી તે ચાલવામાં ઉદાસીન-સહાયક છે.
પ્રશ્ન—ગતિશીલ પદાર્થો કેટલા છે ? ઉત્તર-—ગતિશીલ પદાર્થો બે છેપ્રશ્ન—ગતિ-શક્તિ ધર્માસ્તિકાયમાં વિદ્યમાન છે કે જીવ અને
-જીવ અને પુદ્ગલ.
પુદ્ગલમાં?
ઉત્તર—ગતિ-શક્તિ જીવ અને પુદ્ગલમાં છે, ધર્માસ્તિકાયમાં નથી. ધર્માસ્તિકાય માત્ર જીવ અને પુદ્ગલના હલન-ચલનમાં
જીવ-અજીવ ૰૧૪૨ *
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org