________________
તે જ કારણોને લઈને આર્ત-ધ્યાનના ચાર ભેદ કરવામાં આવ્યા છે
(ક) અનિષ્ટવસ્તુ-સંયોગ—અપ્રિય વસ્તુ પ્રાપ્ત થવાથી તેના વિયોગ માટે નિરંતર ચિંતા કર્યા કરવી.
(ખ) ઇષ્ટ વિયોગ—કોઈ ઇષ્ટ મનોનુકુળ વસ્તુનાં ચાલ્યા જવાથી તેની પુનઃપ્રાપ્તિ માટે નિરંતર ચિંતા કરવી.
(ગ) પ્રતિકૂળ-વેદના—શારીરિક અથવા માનસિક પીડા કે રોગ થાય ત્યારે તેને દૂર કરવાની નિરંતર ચિંતા કરતાં રહેવું.
(૧) ભોગ-લાલસા—ભોગોની તીવ્ર લાલસાને વશ થઈને અપ્રાપ્ત ભોગ્ય વસ્તુ પ્રાપ્ત ક૨વા માટે તીવ્ર સંકલ્પ કરવો, મનને નિરંતર તેમાં લગાવી રાખવું.
૨. રૌદ્ર-ધ્યાન
જેનું ચિત્ત ક્રૂર અને કઠોર હોય તે રુદ્ર હોય છે અને તેમના ધ્યાનને રૌદ્ર-ધ્યાન કહેવામાં આવે છે. હિંસા કરવી, જૂઠું બોલવું, ચોરી કરવી અને પ્રાપ્ત વિષયોને મજબૂતપણે સંભાળીને રાખવાની વૃત્તિથી ક્રૂરતા અને કઠોરતા પેદા થાય છે અને તે જ કારણે જે નિરંતર ચિંતા થયા કરે છે તે અનુક્રમે હિંસાનુબંધી, અનંતાનુબંધી, સ્તેયાનુબંધી અને વિષય-સંરક્ષણનુબંધી રૌદ્ર-ધ્યાન કહેવાય છે. ૩. ધર્મ-ધ્યાન
ધર્મ-ધ્યાનના ચાર ભેદ છે ઃ
(ક) આજ્ઞા વિચયવીતરાગ અથવા સર્વજ્ઞની આજ્ઞા(ઉપદેશ) ઉપર ચિંતન કરવું. તે બાબતમાં નિરંતર વિચારતાં રહેવું.
(ખ) અપાય વિચય—દોષ શું છે? તેનું સ્વરૂપ શું છે ? તેમનાથી છૂટકારો કેવી રીતે થઈ શકે ? આ વિષયોમાં મન લગાવવું, નિરંતર ચિંતન કરવું.
‘મેં આ જીવનમાં આત્મ-કલ્યાણનું કયું કાર્ય કર્યું અથવા કયું કામ એવું બાકી છે કે જે હું કરી શકું છું છતાં કરતો નથી ? શું મારી રબલના કોઈ બીજો જુએ છે અથવા હું પોતે જોઉં છું ? હું કંઈ સ્ખલનાને છોડતો નથી ?’૧
૧.
કિં મે કડં કિં ચ મે કિચ્ચસેસં, કિ સક્કણિજ્યું સમાયામિ
કિં મે પરો પાસઇ કિં ચ અપ્પા, કિં ચાહું ખલિએ ન વિવજ્જયામિ I
ઓગણીસમો બોલ ૦ ૧૩૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org