________________
માટે જુદુ જ બોલવું.
(૪) લોભ-મિશ્રિત–લોભ ખાતર બોલવું. (૫) રાગ-મિશ્રિત–પ્રેમ, મોહને વશીભૂત થઈ બોલવું. (૬) દ્વેષ-મિશ્રિત–ષસહિત બોલવું. (૭) હાસ્ય-મિશ્રિત–હસવામાં બોલવું. (૮) ભય-મિશ્રિત–ભયપૂર્વક બોલવું.
(૯) આખ્યાપિકા-મિશ્રિત–વાર્તા કહેતી વેળાએ અસંભવિત વાતો કહી દેવી.
(૧૦) ઉપઘાત-મિશ્રિત–જેનાથી પ્રાણીઓની હિંસા થાય તેવી ભાષા બોલવી. મિશ્ર-વચનયોગ–મિશ્ર ભાષા બોલવી.
જે ભાષામાં કેટલુંક સત્ય અને કેટલુંક અસત્ય હોય છે, તેને મિશ્રભાષા કહે છે. તેના દસ ભેદ છે :
(૧) ઉત્પન્ન-મિશ્રિત–જેટલા બાળકોનો જન્મ થયો છે તેનાથી વધુ-ઓછા બતાવવા.
(૨) વિગત-મિશ્રિત–આ જ રીતે મરણના વિષયમાં વધુ ઓછા બતાવવા.
(૩) ઉત્પન્ન-વિગત-મિશ્રિત–જન્મ-મૃત્યુ બંનેના વિષયમાં વધુ-ઓછી સંખ્યા બતાવવી.
(૪) જીવ-મિશ્રિત–જીવ-અજીવની વિશાળ રાશિ જોઈને કહેવું “અરે, આ કેટલો મોટો જીવોનો સમૂહ છે !'
(૫) અજીવ-મિશ્રિત–કચરાનો ઢગલો જોઈને આમ કહેવું આ બધું અજીવ છે !” પરંતુ આમાં પણ ઘણા જીવો હોઈ શકે છે.
(૬) જીવાજીવ-મિશ્રિત–જીવ-અજીવની રાશિમાં અયથાર્થ રૂપે એમ બતાવવું કે આમાં આટલા જીવ છે અને આટલા અજીવ. . (૭) અનંત-મિશ્રિત–બટાટા, કાકડી વગેરેનો સમૂહ જોઈને કહેવું “આ બધું તો અનંતકાય છે.'
(૮) પ્રત્યેક-મિશ્રિત–કાકડી, બટાટા વગેરેનો સમૂહ જોઈને કહેવું “આ બધું તો પ્રત્યેક-કાય છે.”
પર એ જીવ-અજીવ ૦ ૪૦ ૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org