________________
(૮) ભાવ-સત્ય–કોઈ વસ્તુમાં જે ભાવ મુખ્યરૂપે મળે છે તેને આગળ કરી તેનું પ્રતિપાદન કરવું તે ભાવ-સત્ય છે. બધા દશ્યમાન પદાર્થો પાંચ રંગના હોય છે, છતાં પણ કોઈને કાળો, કોઈને સફેદ કહેવો. જેમ કે, પોપટમાં ઘણાં રંગ હોય છે, પણ તેને લીલો કહેવો.
(૯) યોગ-સત્ય—-યોગ અર્થાતુ સંબંધ વડે કોઈ વ્યક્તિવિશેષને તે નામથી બોલવવો તે યોગ-સત્ય છે. જેમ કે, અધ્યાપકને અધ્યાપનકાળ સિવાય પણ અધ્યાપક કહેવો.
(૧૦) ઉપમા-સત્ય–કોઈ એક બાબતમાં સમાનતા હોવાથી એક વસ્તુની બીજી વસ્તુ સાથે તુલના કરવી અને તેને તે નામે ઓળખવી તે ઉપમા-સત્ય છે. ઉપમા ચાર પ્રકારની હોય છે—
(ક) સત્ (વિદ્યમાન)ને અસત્ (અવિદ્યાન)ની ઉપમા, જેમ કે, તીર્થંકરમાં એટલું બળ હોય છે કે તેઓ મેરુને દંડ અને પૃથ્વીને છત્ર બનાવી શકે છે પણ તેઓ તેવું કરતાં નથી. અહીં સત્ બળની અસત્ વડે ઉપમા અપાય છે.
(ખ) અસતુને સની ઉપમા, જેમ કે સૂર્યનો પશ્ચિમ દિશા સાથે સંગમ જોઈને પૂર્વ દિશાએ પોતાનું મોટું કાળું કર્યું, કારણ કે ઈર્ષ્યા વિનાની સ્ત્રીઓ હોતી નથી. આ વાક્યમાં અસત્ ઈષ્યને સત્ ઈષ્યની ઉપમા છે.
(ગ) અસતુને અસતની ઉપમા, જેમ કે–ચંદનનું ફૂલ આકાશકમળની સમાન સુવાસિત છે. ન તો ચંદનને ફૂલ હોય છે, ન આકાશમાં કમળ. અહીં અસત્ વડે અસત્ની ઉપમા છે.
(ઘ) સને સની ઉપમા, જેમ કે–આંખો કમળ સમાન વિકસિત છે.
અસત્ય વચનયોગ–અસત્ય ભાષા બોલવી. એના દસ ભેદ છે : (૧) ક્રોધ-મિશ્રિત–જે વચન ક્રોધમાં બોલવામાં આવે.
(૨) માન-મિશ્રિત–જે વચન માન કે અહંકારના આવેશમાં આવી જઈને બોલાય.
(૩) માયા-મિશ્રિત–કપટ-સહિત બોલવું, બીજાને છેતરવા =
= ૭ આઠમો બોલ૯૩૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org