________________
(૧) જનપદ-સત્ય–જે દેશમાં જેવી ભાષાનો બોલવામાં ઉપયોગ થતો હોય તે દેશમાં તે જનપદ સત્ય છે. જેમ કે “ચોખા' શબ્દ મારવાડમાં “સારુ'ના અર્થમાં અને મેવાડમાં “ભાત'ના અર્થમાં વપરાય છે.
(૨) સમ્મત-સત્ય—પ્રાચીન વિદ્વાનોએ જે શબ્દનો જે અર્થ માની લીધો છે. તે અર્થમાં તે શબ્દ સમ્મત સત્ય છે. કમલ અને દેડકો બંનેય પંક (કાદવ)માં ઉત્પન્ન થાય છે તો પણ પંકજ કમળને જ કહે છે, દેડકાને નહીં.
(૩) સ્થાપના-સત્ય–કોઈપણ વસ્તુની સ્થાપના કરીને તેને તે જ નામથી કહેવી તે સ્થાપના સત્ય છે. “ક” આ આકારવિશેષને ક” કહેવો. એકની આગળ બે મીંડા લગાડવાથી સો અને ત્રણ મીંડા લગાડવાથી એક હજાર કહેવું. શતરંજના મહોરાને હાથી, ઘોડો, ઊંટ, વજીર વગેરેથી ઓળખવા.
(૪) નામ-સત્ય–ગુણવિહીન હોવા છતાં પણ કોઈ વ્યક્તિવિશેષનું કે વસ્તુવિશેષનું તેનું નામ રાખી, તે નામથી બોલાવવું તે નામ સત્ય છે. કોઈ ધનહીનનું નામ લક્ષ્મીપતિ હોય તો તેને લક્ષ્મીપતિ કહેવો.
(૫) રૂપ-સત્ય–કોઈ રૂપવિશેષને ધારણ કરવાથી તે વ્યક્તિને તે રૂપવિશેષથી સંબોધવો, જેમ કે સાધુનો વેશ જોઈને કોઈ વ્યક્તિને સાધુ કહેવો.
(૬) પ્રતીતિ-સત્ય(અપેક્ષા સત્ય)–એક વસ્તુની અપેક્ષાએ બીજી વસ્તુને નાની-મોટી, હલકી-ભારે વગેરે કહેવું તે પ્રતીતિસત્ય છે. અનામિકા આંગળીને કનિષ્ઠાની અપેક્ષાએ મોટી અને મધ્યમાની અપેક્ષાએ નાની કહેવી.
(૭) વ્યવહાર-સત્ય, લોક-સત્ય–જે વાત વ્યવહારમાં બોલાય તે વ્યવહાર-સત્ય છે, જેમ કે પહોંચે છે તો ગાડી અને કહે છે ડુંગરગઢ આવી ગયું. માર્ગ તો સ્થિર છે, ચાલી નથી શકતો, છતાં પણ આપણે કહીએ છીએ કે આ માર્ગ ડુંગરગઢ જાય છે. સળગે તો છે પર્વત ઉપર રહેલા લાકડાં પરંતુ આપણે કહીએ છીએ–પર્વત સળગી રહ્યો છે. પડે છે તો પાણી, પણ આપણે કહીએ છીએ– નેવાં પડે છે.
=
,
જીવ-અજીવ ૩૮ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org