________________
શરીર, વચન અને મન વડે થનાર આત્મપ્રયત્નને યોગ કહે છે. આત્મપ્રયત્ન પોતાનું સંચાલનકાર્ય પૌદ્ગલિક-શક્તિની સહાયતાથી કરે છે, એટલા માટે તે પૌદ્ગલિક-શક્તિ પણ યોગ તરીકે ઓળખાય છે. જૈન પરિભાષામાં તેમને ક્રમશઃ ભાવયોગ અને દ્રવ્યયોગ કહે છે. આ બંને સાધનો વિના શારીરિક, વાચિક અને માનસિક કોઈપણ ક્રિયા થઈ શકતી નથી.
મનોયોગઃ
મન વડે થનાર આત્માનો પ્રયત્ન મનોયોગ છે. તે બે પ્રકારનો છે. –દ્રવ્ય મનોયોગ અને ભાવ મનોયોગ. મનની પ્રવૃત્તિ માટે જે મનોવર્ગણાના પુદ્ગલ ગ્રહણ કરવામાં આવે છે, તેમને કહે છે દ્રવ્ય-મનોયોગ. તે ગૃહીત પુદ્ગલોની સહાયતાથી જે મનન થાય છે, તે ભાવ-મનોયોગ છે.
મનોયોગના ચાર ભેદ છે ઃ
૧. સત્ય મનોયોગ—સત્ય વિષયમાં થનારી મનની પ્રવૃત્તિ. ૨. અસત્ય મનોયોગ—અસત્ય વિષયમાં થનારી મનની પ્રવૃત્તિ.
૩, મિશ્ર મનોયોગ—કેટલાક અંશે સત્ય અને કેટલાક અંશે અસત્ય—આવા મિશ્ર અંશોમાં થનારી મનની પ્રવૃત્તિ.
૪. વ્યવહા૨ મનોયોગ—મનનો જે વ્યાપાર સત્ય પણ નથી અને અસત્ય પણ નથી, તે છે વ્યવહાર મનોયોગ. આદેશ-ઉપદેશ દેવાનો વિચાર કરવો તે વ્યવહાર-મનોયોગ છે. વચન યોગ :
ભાષા વડે થનાર આત્માનો પ્રયત્ન વચન-યોગ છે. તે બે પ્રકારનો છે- દ્રવ્ય વચનયોગ અને ભાવ વચનયોગ. ભાષાવર્ગણાના પુદ્ગલોને દ્રવ્ય વચનયોગ કહેવામાં આવે છે અને જીવનો ભાષા-પ્રવર્તક પ્રયત્ન થાય છે તે ભાવ-વચનયોગ કહેવાય છે. વચનયોગના ચાર ભેદ છે સત્ય વચનયોગ, અસત્ય વચનયોગ, મિશ્ર વચનયોગ અને વ્યવહા૨ વચનયોગ.
સત્ય વચનયોગ-સત્ય ભાષા બોલવી,
સત્ય ભાષાના દસ ભેદ છે ઃ
Jain Educationa International
આઠમો બોલ ૦ ૩૭
For Personal and Private Use Only
www.jainelibrary.org