________________
(૯) અદ્ધા-મિશ્રિત—દિવસ-રાત વગેરે કાળના વિષયમાં મિશ્ર-વચન બોલવું—જેમ કે દિવસ ઉગવાનો હોય છતાં પણ સૂતેલો પુરુષ કહે ‘હજુ તો પ્રહ૨--રાત બાકી છે.’
(૧૦) અદ્ધાદ્ધા-મિશ્રિત—દિવસ કે રાતના એક ભાગને અદ્વ્રાદ્ધા કહે છે. દિવસ ઉગ્યો જ હોય તો પણ માલિક નોકરને કહે છે ‘અરે ! બપોર પડી ગઈ. અને હજુ સુધી દીવો બળે છે !' વ્યવહાર-વયન-યોગ—(વ્યવહાર ભાષા)
વ્યવહાર ભાષા—ન સત્ય, ન અસત્ય એવી ભાષા બોલવી. આદેશ, ઉપદેશ આપવો. તેના બાર ભેદ છે ઃ
(૧) આમંત્રિણી—સંબોધન કરવું, જેમ કે—‘હે પ્રભુ !’ (૨) આજ્ઞાપની—આજ્ઞા દેવી, જેમ કે- -‘આ કામ કરો.' (૩) યાચનીયાચના કરવી, જેમ કે—‘અમને આ વસ્તુ આપો.'
(૪) પ્રચ્છની—પૂછવું, કોઈ વિષયમાં શંકા થવાથી પૂછીને તેનું સમાધાન કરવું.
(૫) પ્રજ્ઞાપની—પ્રરૂપણા કરવી, જેમ કે- -જીવ છે, અજીવ છે વગેરે.
(૬) પ્રત્યાખ્યાની—ત્યાગ કરવો, જેમ કે—‘હું અમુક વસ્તુ નહીં ખાઉં.'
(૭) ઇચ્છાનુલોમા—ઇચ્છાનુસાર અનુમોદન કરવું, જેમ કે— કોઈએ પૂછ્યું ‘હું અમુક કામ કરું કે નહીં ?' ત્યારે તેને જવાબ દેવો—‘તું કર. હું તારા કામનું અનુમોદન કરું છું.’
(૮) અનભિગૃહતા—પોતાની સંમતિ ન દર્શાવવી, જેમ કે— કોઈએ પૂછ્યું, ‘હું આ કામ કરું ?' તો જવાબ દેવો ‘જેવી તારી ઇચ્છા.’
(૯) અભિગૃહિતા—સંમતિ આપવી, જેમ કે—‘આ કામ તારે ક૨વું જોઈએ.’
(૧૦) સંશયકારિણી—જે શબ્દના અનેક અર્થો હોય તેનો પ્રયોગ કરવો, જેમ કે—‘સૈંધવ લાવ.' અહીં ‘સૈધવ’ શબ્દથી સંદેહ થઈ જાય કે ઘોડો કે મીઠું ?
આઠમો બાલ ૦ ૪૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org