________________
થાય છે અને આ પરિભાષાથી યોગ-આશ્રવ તથા પ્રમાદ-આશ્રવના કોઈ ભેદ જ રહેતો નથી. ભિક્ષુ સ્વામી અનુસાર પ્રમાદ-આશ્રવ આત્મ-પ્રદેશવર્તી અનુત્સાહ છે, નિદ્રા વગેરે નહીં. નિદ્રા-વિકથા વગેરે મન-વાણી અને કાય-યોગનાં કાર્યો છે. યોગજનિત કાર્યોનો સમાવેશ યોગ-આશ્રવમાં જ થાય છે, બીજામાં નહીં. પ્રમાદ અને યોગ-આશ્રવનો ભેદ સ્પષ્ટ છે. જેવી રીતે નિદ્રા વગેરે નૈરંતરિક નહીં, પરંતુ પ્રમાદ-આશ્રવ નૈરંતરિક છે, એટલા માટે તેમણે લખ્યું છે– તિણ શું લાગે નિરંતર પાપો રે.'
૪. કષાય આશ્રવ–આત્મ-પ્રદેશોમાં ક્રોધ વગેરે ચાર કષાયોની ઉત્તમિ. મુખની રતાશ, ભૃકુટી વગેરે જે દેખાતા વિકાર છે, તે યોગ-આશ્રવ છે, કષાય-આશ્રવ નહીં. કષાય-આશ્રવ તો આત્માની આંતરિક તમિ છે.
૫. યોગ આશ્રવ–મન, વચન અને કાયાની પ્રવૃત્તિ. તેના બે ભેદ છે–શુભયોગ આશ્રવ અને અશુભયોગ આશ્રવ.
શુભયોગથી નિર્જરા થાય છે. તે અપેક્ષાએ તે શુભયોગ આશ્રવ નથી પરંતુ તે શુભકર્મના બંધનું કારણ પણ છે, એટલા માટે તે શુભ-યોગ આશ્રવ છે.
પ્રશ્ન–શુભયોગ આશ્રવ કેવી રીતે?
ઉત્તર–શુભયોગથી બે કાર્ય થાય છે–શુભ કર્મનો બંધ અને અશુભ કર્મની નિર્જરા. શુભ કર્મનો બંધ થાય છે, તેથી કરીને તે શુભયોગ આશ્રવ કહેવાય છે, અને કર્મોનો ક્ષય થાય છે એટલે તેને નિર્જરા કહેવામાં આવે છે. વસ્તુસ્થિતિ જ એવી છે કે શુભયોગ અથવા શુભ અધ્યવસાય વિના નિર્જરા પણ નથી થઈ શકતી અને પુણ્યનો બંધ પણ નથી થઈ શકતો.
આત્માની પ્રવૃત્તિ બે પ્રકારની હોય છે–બાહ્ય અને આત્યંતર. જે બાહ્ય પ્રવૃત્તિ હોય છે તેને યોગ કહે છે અને જે અત્યંતર પ્રવૃત્તિ હોય છે તેને અધ્યવસાય કહે છે. યોગ તથા અધ્યવસાય—એ બંને બબ્બે પ્રકારના હોય છે–શુભ અને અશુભ. તેમની અશુભ પ્રવૃત્તિથી પાપ-કર્મ બંધાય છે અને આત્મા મલિન થાય છે તથા શુભ પ્રવૃત્તિથી નિર્જરા થાય છે, આત્મા ઉજ્જવળ થાય છે અને પુણ્ય-કર્મ બંધાય છે. એક જ કારણથી બે કામ કેવી રીતે થઈ શકે છે, તેનો શાસ્ત્રીય = ચૌદમો બોલ૦૯૯
=
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org