________________
જાય એ છે કે શુભયોગ મોહનીય-કર્મના ક્ષય, ઉપશમ અથવા ક્ષયોપશમ વડે તથા શુભ નામકર્મના ઉદયથી નિષ્પન્ન થાય છે. શુભ-યોગ ક્ષય, ક્ષયોપશમ અથવા ઉપશમ વડે નિષ્પન્ન થાય છે, એટલા માટે તે (શુભયોગ) વડે નિર્જરા થાય છે અને તે ઉદય વડે પણ નિષ્પન્ન થાય છે, એટલા માટે તેનાથી શુભ-કર્મ બંધાય છે. આથી કરીને નિર્જરા અને પુણ્યબંધનું કારણ જે વ્યવહારિક દૃષ્ટિથી એક જ દેખાય છે, પરંતુ તાત્વિક દૃષ્ટિથી એક નથી. નિર્જરાનું કારણ શુભ-યોગનો ક્ષાયિક, લાયોપથમિક અથવા ઔપથમિક સ્વભાવ છે અને પુણ્યબંધનું કારણ ઔદયિક સ્વભાવ છે. આને એવી રીતે સમજાવી શકાય કે એક જ શુભ-યોગ બે સ્વભાવવાળો છે અને તેના બે સ્વભાવ વડે જ બે કામ થાય છે, એક સ્વભાવ વડે નહીં. જેમ એક જ સૂર્ય પોતાના બે સ્વભાવોથી બે કામ કરે છે– પ્રકાશ આપે છે અને ગરમી વધારે છે. દીવો બળે છે, તેનાથી પ્રકાશ મળે છે અને કાજળ બને છે. સ્થૂળ દૃષ્ટિએ એમ માની લેવાય છે કે દીપકના એક જ સ્વભાવથી પ્રકાશ થાય છે અને કાજળ મળે છે, પરંતુ વાસ્તવમાં જે તેજોમય અગ્નિ છે તેના કારણથી પ્રકાશ થાય છે અને તેલની વાટ સળગે છે તે કારણથી કાર્બન(કોલસાનો અંશ) એકઠો થઈને કાજળ બને છે. ઘઉં વાવવાથી ઘઉં નીપજે છે પરંતુ સાથોસાથ કોદરી પણ મળે છે. શુભ-યોગ રૂપી ઘઉં વડે નિર્જરારૂપી ઘઉં ઉપજે છે પરંતુ પુણ્યરૂપી કોદરીથી રહિત નથી ઉપજી શકતા, કેમ કે શુભ-યોગની એવી સ્થિતિ ક્યાંય પણ નથી હોતી જ્યાં નામકર્મનો ઉદય ન હોય, એટલા માટે જ્યાં શુભ-યોગથી નિર્જરા થાય છે ત્યાં પુણ્ય અવશ્ય બંધાય છે. આ વિષયમાં એક વાત બીજી પણ ધ્યાનમાં રાખવાની છે કે નિર્જરા શુભ-યોગથી થાય છે, નહીં કે શુભયોગ આશ્રવથી.
૧. જયાચાર્યે લખ્યું છે
શુભ યોગો ને સોય રે, કહિયે આશ્રવ નિર્જરા. તાસ ન્યાય અવલોય રે, ચિત્ત લગાઈ સાંભલો // શુભ જોગાં કરી તાસ રે, કર્મ કટે તિણ કારણે કહી નિર્જરા જાસ રે, કરણી લેખે જાણવી | તે શુભ જોગ કરીજ રે, પુણ્ય બંધે તિણ કારણે છે આશ્રવ જાસ કહી જે રે, વારું ન્યાય વિચારિયે || .
== .
જીવ-અજીવ ૦ ૧૦૦ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org