________________
પ્રશ્ન–શુભયોગથી નિર્જરા થાય છે અને નિર્જરાથી મુક્તિ પ્રાપ્ત થાય છે પરંતુ શુભ-યોગની સાથે-સાથે શુભ-કર્મનો બંધ પણ ચાલુ રહેતો હોય તો મુક્તિ કેવી રીતે થઈ શકે ?
ઉત્તર–આત્મા કર્મથી એટલો આવૃત્ત છે કે એક સાથે તેની મુક્તિ થતી નથી. ક્રમશઃ પ્રયત્ન કરતાં કરતાં જેમ જેમ નિર્જરા વધતી જાય છે, તેમ તેમ આત્મા વિશુદ્ધ બનતો જાય છે. આત્માની સાથે કર્મ-પરમાણુઓનો સંબંધ મુખ્યત્વે કષાય અને યોગની સહાયતાથી થાય છે. જયારે કષાય પ્રબળ હોય છે ત્યારે કર્મપરમાણુ આત્માની સાથે વધુ સંખ્યામાં ચોંટે છે, વધુ કાળ સુધી રહી શકે છે અને તીવ્ર ફળ આપે છે. જ્યારે કષાય નિર્બળ થઈ જાય છે ત્યારે તેનું બંધન પણ બળવાન નથી હોતું. પ્રશ્ન–શુભયોગ મુક્તિનો સાધક છે કે બાધક? ઉત્તર–તે સાધક પણ છે અને બાધક પણ. શુભ-યોગથી નિર્જરા થાય છે, આથી મુક્તિનો સાધક છે અને શુભ-યોગથી પુણ્ય બંધાય છે, આથી કરીને તે મુક્તિનો બાધક
છે. ૧
- ઈંધણ જેટલું ભીનું હોય છે તેટલો જ પ્રકાશની સાથે ધુમાડો પણ રહે છે. બરાબર એ જ રીતે જ્યાં સુધી આત્માના કષાય અને યોગ-આશ્રવ પ્રબળ હોય છે ત્યાં સુધી કર્મનો બંધ પણ પ્રબળ હોય છે. જ્યારે કષાયનો નાશ થઈ જાય છે ત્યારે અશુભ-કર્મનું બંધાવું તો બિલકુલ અટકી જ જાય છે અને જે શુભ-કર્મ બંધાય છે તે પણ એટલી ઓછી સ્થિતિનું બંધાય છે કે પહેલા સમયમાં બંધાય છે, બીજા સમયમાં ઉદયમાં આવી જાય છે અને ત્રીજા સમયમાં નષ્ટ થઈ જાય છે. એટલા માટે આત્માની મુક્તિ થવામાં કોઈ બાધા આવતી નથી.
આત્માની મુક્તિ થવામાં બે બાધા છે :
છબસ્થના શુભ યોગ રે, કર્મ કટે છે તેહ થી ! ક્ષયોપશમ-ભાવ પ્રયોગ રે, શિવ સાધક છે તેહ હું ! છમસ્થના શુભ યોગ રે, પુણ્ય બળે છે તેહ થી ! ઉદયભાવ સ્ પ્રયોગ રે, શિવ બાધક ઇણ કારણે ||
જયાચાર્યકૃત–સાધક-બાધક-સોરઠા ==' ચૌદમો બોલ - ૧૦૧ =
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org