________________
૧. કર્મનો બંધ
ચાલુ
રહેવો.
૨. બંધાયેલાં કર્મોનો ક્ષય ન થવો.
બારમા ગુણસ્થાનમાં ચાર આશ્રવ તથા અશુભ યોગ આશ્રવનો નિરોધ થઈ જાય છે, પાપ-કર્મનો બંધ થવો અટકી જાય છે. માત્ર શુભ-કર્મનો બંધ રહે છે, તે પણ અત્યંત અલ્પ સ્થિતિનો(બે સમયની સ્થિતિનો) હોય છે. ચૌદમા ગુણસ્થાનમાં યોગનો પણ સમગ્રપણે નિરોધ થઈ જાય છે. યોગનો નિરોધ થવાથી શુભ કર્મનો બંધ પણ અટકી જાય છે, બાકીના કર્મો ક્ષીણ થઈ જાય છે અને આત્મા મુક્ત થઈ જાય છે.
યોગ આશ્રવ સ્વતંત્ર પણ છે અને પૂર્વવર્તી ચાર આશ્રવોનું બાહ્ય રૂપમાં પ્રદર્શન પણ કરે છે.
આશ્રવના પાંચ મુખ્ય ભેદોનું આ સંક્ષિપ્ત વિવરણ છે.
યોગ અને આશ્રવના ગૌણ(અવાંતર) ભેદો પંદર છે. તેમનું વિવરણ આ પ્રમાણે છે—
૧. પ્રાણાતિપાત આશ્રવ—પ્રાણોનો અતિપાત—વિયોગ ક૨વો, જીવવધ કરવો.
૨. મૃષાવાદ આશ્રવ—જૂઠું બોલવું.
૩. અદત્તાદાન આશ્રવ—ચોરી કરવી.
૪. મૈથુન આશ્રવ—અબ્રહ્મચર્ય-સેવન કરવું.
૫. પરિગ્રહ આશ્રવ—ધન-ધાન્ય, મકાન આદિ પર મમત્વ રાખવું.
૬. શ્રોત્રેન્દ્રિય આશ્રવ—શ્રોત્રેન્દ્રિયની રાગ-દ્વેષયુક્ત પ્રવૃત્તિ. ૭. ચક્ષુઃઇન્દ્રિય આશ્રવ—ચક્ષુઃ ઇન્દ્રિયની રાગ-દ્વેષયુક્ત પ્રવૃત્તિ.
૮. ઘ્રાણેન્દ્રિય આશ્રવ—ઘ્રાણેન્દ્રિયની રાગ-દ્વેષયુક્ત પ્રવૃત્તિ. ૯. રસનેન્દ્રિય આશ્રવ—રસનેન્દ્રિયની રાગ-દ્વેષયુક્ત પ્રવૃત્તિ. ૧૦. સ્પર્શનેન્દ્રિય આશ્રવ—સ્પર્શન ઇન્દ્રિયની રાગ-દ્વેષયુક્ત પ્રવૃત્તિ,
૧૧. મન આશ્રવ—મનની પ્રવૃત્તિ.
જીવ-અજીવ ૭ ૧૦૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org