________________
૧૨. વચન આશ્રવ –વાણીની પ્રવૃત્તિ. ૧૩. કાય આશ્રવ–શરીરની પ્રવૃત્તિ.
૧૪. ભાંડોપકરણ આશ્રવ–ભંડ-પાત્ર, ઉપકરણ-વસ્ત્ર વગેરેને યત્નપૂર્વક ન રાખવાં.
૧૫. શુચિ કુશાગ્ર માત્ર આશ્રવ–કિંચિત્ માત્ર પણ–થોડીક પણ પાપયુક્ત પ્રવૃત્તિ.
મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને અશુભ યોગ આશ્રવથી અશુભ કર્મોનો બંધ થાય છે. શુભ કર્મ યોગની પ્રવૃત્તિથી શુભ કર્મનો બંધ થાય છે. તે શુભ કર્મના બંધની અપેક્ષાએ શુભ યોગ આશ્રવની કોટિમાં આવે છે. તે શુભ યોગ આશ્રવ કહેવાય છે. ૬. સંવર
કર્મનો વિરોધ કરનારી આત્માની અવસ્થાનું નામ સંવર છે. સંવર આશ્રવનું વિરોધી તત્ત્વ છે. આશ્રવ કર્મ-ગ્રાહક અવસ્થા છે અને સંવર કર્મ-નિરોધક. આશ્રવની ભેદ-સંખ્યા વીસ છે અને સંવરની પણ ભેદ-સંખ્યા વીસ છે. પ્રત્યેક આશ્રવનો એક-એક સંવર પ્રતિપક્ષી છે, જેમ કે–મિથ્યાત્વ આશ્રવનો પ્રતિપક્ષી સમ્યક્ત-સંવર છે. અવ્રત-આશ્રવનો પ્રતિપક્ષી વ્રત-સંવર છે. પ્રમાદ-આશ્રવનો પ્રતિપક્ષી અપ્રમાદ-સંવર છે. કષાય-આશ્રવનો પ્રતિપક્ષી અકષાય-સંવર છે અને યોગ-આશ્રવનો પ્રતિપક્ષી અયોગ-સંવર છે. એ જ રીતે પ્રાણાતિપાત વગેરે પંદર આશ્રવોના અપ્રાણાતિપાત વગેરે પંદર સંવરો પ્રતિપક્ષી છે.
સંવરના વીસ ભેદ છે :
૧. સમ્યક્ત સંવર, ૨. વ્રત સંવર, ૩. અપ્રમાદ સંવર, ૪. અકષાય સંવર, ૫. અયોગ સંવર, ૬. પ્રાણાતિપાત વિરમણ સંવર, ૭. મૃષાવાદ વિરમણ સંવર, ૮. અદત્તાદાન વિરમણ સંવ૨, ૯. અબ્રહ્મચર્ય વિરમણ સંવર, ૧૦. પરિગ્રહ વિરમણ સંવર, ૧૧. શ્રોત્રેન્દ્રિય નિગ્રહ સંવર, ૧૨. ચક્ષઃ ઇન્દ્રિય-નિગ્રહ સંવર, ૧૩. ધ્રાણેન્દ્રિય-નિગ્રહ સંવર, ૧૪. રસનેન્દ્રિય-નિગ્રહ સંવર, ૧૫.
સ્પર્શનેન્દ્રિય-નિગ્રહ સંવર, ૧૬. મનો-નિગ્રહ સંવર, ૧૭. વચનનિગ્રહ સંવર, ૧૮. કાય-નિગ્રહ સંવરે, ૧૯. ભંડોપકરણ રાખવામાં અયતના ન કરવા રૂપ સંવર, ૨૦. શુચિ કુશાગ્ર માત્ર દોષ સેવન
= ચૌદમો બોલ૦ ૧૦૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org