________________
છે. અથવા એમ સમજીએ કે આપણા જ્ઞાનના મુખ્ય વિષય બે છે. -સામાન્ય અને વિશેષ. વિશેષની ઉપેક્ષા કરીને સામાન્યનું જ્ઞાન કરવું તે દર્શન છે અને સામાન્યની ઉપેક્ષા કરીને વિશેષનું જ્ઞાન કરવું તે જ્ઞાન છે.
જ્ઞાનના પાંચ પ્રકાર છે—મતિ, શ્રુત, અવધિ, મનઃપર્યવ અને કેવળ.
૧. મતિજ્ઞાન
ઇન્દ્રિય અને મનની સહાયતાથી થનાર વર્તમાનકાળવર્તી જ્ઞાન મતિજ્ઞાન છે. તેના ચાર પ્રકાર છે : અવગ્રહ, ઈહા, અવાય, ધારણા.
વિષય (શેય વસ્તુ) અને વિષયી (જાણનાર)નો યોગ સામીપ્ય અથવા સંબંધ થવાથી વસ્તુનું જે સ્વરૂપમાત્ર ગ્રહણ કરવામાં આવે છે, તેને અવગ્રહ કહે છે. તે બે પ્રકારનો છે—વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ.
શબ્દ વગેરેની સાથે ઉપકરણ-ઇન્દ્રિયનો સંબંધ થાય છે, તેને વ્યંજન કહે છે. તેના વડે જે શબ્દ વગેરેનું અસ્પષ્ટ જ્ઞાન થાય છે, તેને વ્યંજનાવગ્રહ કહે છે. વ્યંજનાવગ્રહ થયા પછી અને ક્યાંક ક્યાંક (ચક્ષુ અને મનના બોધમાં) તેના અભાવમાં પણ વ્યંજનાવગ્રહ વડે કંઈક સ્પષ્ટ અનિર્દેશ્ય સામાન્યમાત્ર અર્થનું ગ્રહણ થાય છે, તેને અર્થાવગ્રહ કહે છે.
અવગ્રહ વડે જાણેલા અર્થની વિશેષ આલોચના કરવાને ઈહા કહેવામાં આવે છે.
ઈહા વડે જાણેલા અર્થનો વિશેષ નિર્ણય ક૨વાની ક્રિયાને અવાય કહે છે.
તે અવાય જ જ્યારે દૃઢતમ અવસ્થામાં પરિણત થઈ જાય છે, ત્યારે તેને ધારણા કહે છે.
અવગ્રહ વગેરેના ઘોતક બીજા શબ્દો :
અવગ્રહ—પ્રાથમિક જ્ઞાન.
ઈહા—વિચારણા. અવાય—નિશ્રય.
Jain Educationa International
જીવ-અજીવ ૦૪૮ *
For Personal and Private Use Only
www.jainelibrary.org