________________
ધારણા–ઇન્દ્રિયજ્ઞાનની સ્થિતિશિલતા
અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા–આ ચારેય પર્યાયને ગ્રહણ કરે છે, સંપૂર્ણ દ્રવ્યને નહીં. તેમને તેઓ પર્યાય દ્વારા જ જાણે છે. ઇન્દ્રિય અને મનનો મુખ્ય વિષય પર્યાય જ છે. આંખે આમ્રફળનું ગ્રહણ કર્યું, તેનો અર્થ એટલો જ છે કે આંખે આમ્રફળ જોયું. સંપૂર્ણ આમ્રફળને ગ્રહણ નથી કર્યું. આમ્રફળમાં રૂપ અને આકાર સિવાય સ્પર્શ, રસ, ગંધ આદિ અનેક પર્યાયો છે, જેમને જાણવામાં આંખ અસમર્થ છે. એ જ રીતે સ્પર્શન, રસને અને ધ્રાણ ઇન્દ્રિય ક્રમશ: કોઈ વસ્તુના સ્પર્શ, રસ અને ગંધ પર્યાયને જ જાણી શકે છે. કોઈપણ એક ઇન્દ્રિય તે વસ્તુના બધા પર્યાયોને જાણી શકતી નથી. મને પણ કોઈ વસ્તુના ખાસ અંશનો જ વિચાર કરી શકે છે. એક સાથે બધા અંશોનો વિચાર કરવા માટે મન પણ અસમર્થ છે.
કાન, જીભ, નાક અને ત્વચા (સ્પર્શન)–આ ચાર ઇન્દ્રિયો પ્રાપ્યકારી છે–વિષયની સાથે સંયોગ થવાથી જ તેઓ તેમને ગ્રહણ કરી શકે છે. જ્યાં સુધી શબ્દના પુગલ કાનમાં ન જાય, ખાંડ જીભ ઉપર રાખવામાં ન આવે, ફૂલની ગંધના પગલો નાક વડે સૂંઘાય નહીં, પાણી શરીરને સ્પર્શે નહીં, ત્યાં સુધી ન તો શબ્દ સંભળાશે, ન ખાંડનો સ્વાદ આવશે, ન ફૂલની સુગંધ અનુભવાશે કે ન પાણી ઠંડુ છે કે ગરમ તેની જાણ થશે.
આંખ અને મન અપ્રાપ્યકારી છે. તેમને વ્યંજનાવગ્રહ નથી હોતો. તે બંને સંયોગો વિના જ ઉચિત સામીપ્યમાત્રથી ગ્રાહ્ય વિષયને જાણી લે છે. ઠીક ઠીક દૂરથી જ આંખ વૃક્ષ, પર્વત વગેરેને ગ્રહણ કરી લે છે અને મન તો હજારો ગાઉ દૂર રહેલી વસ્તુનું પણ ચિંતન કરે છે. આથી નેત્ર તથા મનને અપ્રાપ્યકારી માનવામાં આવ્યાં છે. ૨. શ્રુતજ્ઞાન
જે જ્ઞાન શ્રુતાનુસારી છે—જેના વડે શબ્દ-અર્થનો સંબંધ જાણવામાં આવે છે અને જે મતિજ્ઞાનની પછી થાય છે, તે શ્રુતજ્ઞાન છે. અગ્નિ શબ્દને સાંભળીને આમ જાણવું કે આ શબ્દ અગ્નિનો બોધક છે અથવા અગ્નિ જોઈને એમ વિચાર કરવો કે આ અગ્નિ
= ૩ નવમો બોલ ૦૪૯
૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org