________________
શબ્દનો અર્થ છે–આ રીતે શબ્દ વડે અર્થનું અને અર્થ વડે શબ્દનું જ્ઞાન કરવું તથા તેમની સાથે સંબંધ રાખનારી અન્ય અન્ય વાતો પર વિચાર કરવો તે શ્રુતજ્ઞાન છે.
મતિ અને શ્રુતજ્ઞાનનો ગાઢતમ સંબંધ છે. આ બંનેને અલગઅલગ કરવા સંભવિત નથી. આ બંને કાર્યકારણના રૂપમાં છે : મતિજ્ઞાન કારણ છે, શ્રુતજ્ઞાન કાર્ય છે. મતિજ્ઞાન માત્ર મનન છે અને પોતાને માટે ઉપયોગી છે. તે મનન વર્ણમાલાના સંયોગથી શ્રુતજ્ઞાન બની જાય છે અને આદેશ, ઉપદેશ વગેરે અનેક રૂપે બીજાઓને ઉપયોગી બની જાય છે. આદેશ-ઉપદેશના સંબંધમાં જે બોલવાનું હોય છે તે શ્રુતજ્ઞાન નહીં, તે વચનયોગ છે. પરંતુ બોલવાનો જે અર્થ છે તે શ્રુતજ્ઞાન છે અને શબ્દ તે અર્થને પ્રગટ કરવાનું સાધન છે તથા દ્રવ્યશ્રત છે. ૩. અવધિ-જ્ઞાન - ઇન્દ્રિય અને મનની સહાયતા વિના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદાપૂર્વક જે જ્ઞાન મૂર્તિ પદાર્થો (પુદ્ગલો)ને જાણે છે, તેને અવધિ-જ્ઞાન કહે છે. અવધિજ્ઞાની સૂક્ષ્મમાં સૂક્ષ્મ પુદ્ગલોને જાણી લે છે. ૪. મન ૫ર્યવ-જ્ઞાન
ઇન્દ્રિય અને મનની સહાયતા વિના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદાપૂર્વક જે જ્ઞાન સમનસ્ક (સંજ્ઞી) જીવોના મનમાં રહેલા ભાવોને જાણે છે, તેને મન:પર્યવ જ્ઞાન કહે છે. મન:પર્યવજ્ઞાની સમનસ્ક જીવોના મનોગત વિચારોને સ્પષ્ટ રૂપે દ્રવ્યમનના સહારે જાણી શકે છે. ૫. કેવળજ્ઞાનઃ
મૂર્ત-અમૂર્ત, સૂમ-ધૂળ વગેરે સમસ્ત પદાર્થો અને સમસ્ત પર્યાયો જેના વડે જાણી શકાય છે તે કેવળજ્ઞાન છે. ૬. અજ્ઞાન:
અજ્ઞાન ત્રણ પ્રકારનું છે—મતિ-અજ્ઞાન, શ્રુત-અજ્ઞાન અને વિભંગ-અજ્ઞાન (અવધિ-અજ્ઞાન). અહીં અજ્ઞાન શબ્દમાં બનતાં નગ સમાન'નો અર્થ અભાવ નહીં પણ કુત્સા છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org