________________
પ્રશ્ન–જ્ઞાન કુત્સિત કેવી રીતે હોઈ શકે?
ઉત્તર–જ્ઞાન નિદિત નહીં, પણ મિથ્યાત્વના સહયોગથી જ્ઞાન પણ અજ્ઞાન કહેવાય છે, નીચના સંપર્કથી ઉત્તમ પુરુષ પણ નીચ કહેવાય છે.
જ્ઞાન અને અજ્ઞાનમાં માત્ર પાત્રનો ભેદ છે. પાત્રના આધાર પર જ જ્ઞાનના બે ભેદ કરવામાં આવ્યા છે. જો પાત્ર સમ્યસ્વી હોય તો તેનું જ્ઞાન જ્ઞાન કહેવાય છે. જો પાત્ર મિથ્યાત્વી હોય તો તેનું જ્ઞાન અજ્ઞાન કહેવાય છે. તે બંનેય જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થવાથી જ પ્રાપ્ત થાય છે, એટલા માટે બંનેય ઉપાદેય છે, ગ્રહણ કરવા યોગ્ય છે. બંનેનો ગુણ જાણવાનો જ છે. એક એવું પણ અજ્ઞાન છે જે ત્યજવા યોગ્ય છે. તે (અજ્ઞાન)નો અર્થ છે, ન જ્ઞાન-અજ્ઞાન. અર્થાત્ જ્ઞાનનું આવરણ. એ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી થાય છે અને તેનાથી જ્ઞાનનો વિકાસ રુંધાય છે.
મતિ-અજ્ઞાન, શ્રુત-અજ્ઞાન અને વિભંગ-અજ્ઞાનનો અર્થ પૂર્વોક્ત મતિ-જ્ઞાન, શ્રુત-જ્ઞાન અને અવધિ-જ્ઞાનની સમાન જ
મન:પર્યવ-જ્ઞાન અને કેવળ-જ્ઞાન–આ બંને વિશિષ્ટ યોગીઓને જ હોય છે. તેઓ (વિશિષ્ટ યોગી) ક્યારેય મિથ્યાત્વી હોઈ શકતા નથી. આથી અજ્ઞાનના માત્ર ત્રણ જ ભેદ હોય છે, પાંચ નહીં.
દર્શન
સામાન્ય બોધ અનાકાર ઉપયોગ દર્શનને કહે છે. કોઈ વસ્તુને જાણવા માટે બે રસ્તા છે–એકરૂપતા, અનેકરૂપતા. જ્યારે આપણે એક વસ્તુને એક જ રૂપમાં જાણીએ છીએ ત્યારે આપણું જ્ઞાન સામાન્યગ્રાહી હોવાને કારણે સામાન્યબોધ અર્થાત્ દર્શન કહેવાય છે. જ્યારે આપણે એક જ વસ્તુને અનેક રૂપમાં–જુદા જુદા રૂપમાં જાણીએ છીએ ત્યારે આપણું તે જ જ્ઞાન ભિન્ન રૂપગ્રાહી હોવાને કારણે વિશેષ બોધ અર્થાત્ જ્ઞાન કહેવાય છે. દર્શનના ચાર ભેદ
ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શન.
=
નવમો બોલ૦ ૫૧ ફ
=
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org