________________
૧. ચક્ષુદર્શન
ચક્ષુ દર્શનાવરણીય કર્મનો ક્ષયોપશમ થવાથી ચક્ષુઓ દ્વારા પદાર્થોનો જે સામાન્ય બોધ થાય છે, તેને ચક્ષુ દર્શન કહે છે. ૨. અચકુદર્શન
અચક્ષુદર્શનાવરણીય-કર્મનો ક્ષયોપશમ હોવાથી ચક્ષુ સિવાયની બાકીની સ્પર્શન, રસન, ધ્રાણ, શ્રોત્રેન્દ્રિય તથા મન વડે પદાર્થોનો જે સામાન્ય બોધ થાય છે, તેને અચક્ષુદર્શન કહે છે. ૩. અવધિ-દર્શનઃ
'અવધિ-દર્શનાવરણીય-કર્મનો ક્ષયોપશમ થવાથી ઇન્દ્રિય અને મનની સહાયતા વિના રૂપી દ્રવ્યનો જે સામાન્ય બોધ થાય છે તેને અવધિ-દર્શન કહે છે. આ અવધિજ્ઞાનનું સહવર્તી છે. ૪. કેવલ-દર્શનઃ
કેવલ-દર્શનાવરણીય-કર્મનો ક્ષય થવાથી આત્માને જે સર્વ પદાર્થોનો સામાન્ય બોધ થાય છે, તેને કેવલ-દર્શન કહે છે. એ કેવલ-દર્શનનું સહવર્તી છે.
પ્રશ્ન-ચક્ષુ:દર્શન અને અચક્ષુદર્શન ન કહેતાં માત્ર ઇન્દ્રિયદર્શન કહી દેવામાં આવે તો એકમાં જ પાંચેય ઇન્દ્રિયોનો સમાવેશ થઈ જાય. જો એમ અભિપ્રેત નહોતું તો પાંચેય ઇન્દ્રિયોના પાંચ ભેદ કેમ કરવામાં ન આવ્યા?
ઉત્તર—દર્શનની વ્યવસ્થા વસ્તુના સામાન્ય અને વિશેષ– આ બે સ્વભાવોના આધાર પર થઈ છે. ચક્ષુ:દર્શન જો કે સામાન્યબોધ છે તો પણ અન્ય ઇન્દ્રિયોની અપેક્ષાએ તે અધિક વિશ્વસ્ત છે. તેમાં વિશેષતાની કંઈક ઝલક આવી જાય છે, તેને જ ધ્યાનમાં રાખીને ચક્ષુદર્શનને અન્ય ઇન્દ્રિયોથી જુદુ રાખવામાં આવ્યું છે. પ્રશ્ન-મન:પર્યવ-જ્ઞાનની જેમ મન:પર્યવ-દર્શન કેમ નહીં?
ઉત્તર–મન:પર્યવ-જ્ઞાન માત્ર મનોગત પર્યાયોનું જ જ્ઞાન કરાવે છે. તેનો વિષય માનસિક અવસ્થાઓ છે જે વિશેષ જ છે. આથી સામાન્ય બોધ અર્થાત્ મન:પર્યવ-દર્શન હોઈ શકે નહીં.
પ્રશ્ન-ઈન્દ્રિય-જ્ઞાન, ચક્ષુ -અચક્ષુ-દર્શન, ઇન્દ્રિય-પર્યાપ્તિ અને ઇન્દ્રિય-પ્રાણમાં શું તફાવત છે?
ર જીવ-અજીવ પર છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org