________________
ઉત્તર–ઇન્દ્રિય-જ્ઞાન બે પ્રકારનું હોય છે સાકાર અને નિરાકાર. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી જ જ્ઞાન પ્રાપ્ત થાય છે તે સાકાર હોય છે અને દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી જે બોધ થાય છે તે અનાકાર હોય છે. પર્યાય (અવસ્થા) સહિત દ્રવ્યનું જે જ્ઞાન કરવામાં આવે છે તે સાકાર હોય છે અને પર્યાયરહિત દ્રવ્યનું જે જ્ઞાન કરવામાં આવે છે તે અનાકાર હોય છે.
સ્પર્શ આદિનો વિશેષ બોધ જેના વડે કરવામાં આવે છે તે ઇન્દ્રિય વિશેષ બોધ છે અને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ છે. જેના વડે સ્પર્શ
આધિનો સામાન્ય બોધ કરવામાં આવે છે તે ચક્ષુ-અચકુ-દર્શન છે અને દર્શનાવરણીય કર્મનો ક્ષયોપશમ છે.
જન્મ ધારણ વખતે જે પુગલો વડે ઇન્દ્રિયોનો આકાર બને છે, તે ઇન્દ્રિય-પર્યાપ્તિ છે અને નામ-કર્મનો ઉદય છે.
જ્ઞાન અને દર્શનની પ્રાપ્તિમાં જેમ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીયનો ક્ષય-ક્ષયોપશમ અપેક્ષિત છે, તેમ જ અંતરાયનો ક્ષય-ક્ષયોપશમ પણ અપેક્ષિત છે.
ઇન્દ્રિય-પ્રાણ ઇન્દ્રિય-જ્ઞાનની શક્તિ છે. તે અંતરાય-કર્મના લયોપશમથી પ્રાપ્ત થાય છે.
પ્રશ્ન–શરીર, સ્પર્શનેન્દ્રિય, કાયબલ અને કાયયોગમાં શું તફાવત
છે?
- ઉત્તર–શરીર એ ઔદારિક વગેરે વર્ગણાથી બનતી પૌગલિક રચના છે અને જેટલું દશ્યમાન છે તેટલા સ્થાનમાં છે.
સ્પર્શનેન્દ્રિય એના બે ભેદ છે દ્રવ્ય અને ભાવ. દ્રવ્ય-સ્પર્શનઇન્દ્રિય આંગળીના અસંખ્યાતમા ભાગ જેટલી છે અને તે નામકર્મના ઉદયથી થાય છે. ભાવ-સ્પર્શન-ઇન્દ્રિય સ્પર્શનને જાણવાની શક્તિ છે અને તે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી થાય છે. સ્પર્શન-ઇન્દ્રિય સમગ્ર શરીરમાં ફેલાયેલી છે. તેનાથી પ્રાણીને સ્પર્શનો અનુભવ થાય છે. શરીરનો કોઈ ભાગ એવો નથી જેમાં સ્પર્શન-ઇન્દ્રિય વિદ્યમાન ન હોય. શરીર અથવા કાય વિના સ્પર્શન-ઇન્દ્રિય ટકી શકતી નથી. છતાં પણ શરીર અને સ્પર્શન-ઈન્દ્રિય બે જુદી વસ્તુઓ છે.
કાયબલ એ શરીરને પ્રવૃત્ત કરનારી શક્તિ છે. તે અંતરાય-કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે.
કાયયોગ-આ હલન-ચલનની પ્રવૃત્તિ છે.
= 0
નવમો બોલ ૫૩ દ ==
=
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org