________________
પ્રકારની અત્યંત સૂક્ષ્મ રજ છે જેને સર્વજ્ઞ અથવા અવધિજ્ઞાની જ જાણી શકે છે. કર્મની પરિભાષાઓ
શુભ અને અશુભ પ્રવૃત્તિ વડે આકૃષ્ટ અને સંબંધિત થઈને જે પુગલ આત્માના સ્વરૂપને આવૃત્ત કરે છે, વિકૃત કરે છે અને શુભાશુભ ફળના કારણ બને છે (શુભાશુભ રૂપે ઉદયમાં આવે છે–) આત્મા દ્વારા ગૃહીત આ પુગલોનું નામ છે-કર્મ. જો કે આ પુગલો એકરૂપ છે તો પણ તેઓ જે આત્મગુણને આવૃત્ત, વિકૃત કે પ્રભાવિત કરે છે, તેના અનુસાર જ તે પુદ્ગલોનું નામ પડી જાય છે.
આત્માના આઠ ગુણ છે—કેવલજ્ઞાન, કેવલદર્શન, આત્મિક સુખ, લાયક સખ્યત્વ, અટલ અવગાહન, અમૂર્તિકપણું , અગુરુલઘુપણું અને લબ્ધિ.
આત્માનો પહેલો ગુણ છે-કેવલજ્ઞાન. તેને રોકનારા પુદ્ગલોનું નામ છે—જ્ઞાનાવરણીય કર્મ. સંસારમાં જેટલા આત્માઓ છે, તે બધામાં અનંત જ્ઞાન વિદ્યમાન છે, પરંતુ જ્યાં સુધી જ્ઞાનાવરણીય કર્મ ક્ષીણ નથી થતું ત્યાં સુધી તે જ્ઞાન કર્મથી આવૃત્ત રહે છે. અને કર્મના ક્ષીણ થવાથી જ કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
આત્માનો બીજો ગુણ છે—કેવલદર્શન. આ પણ જ્ઞાનની માફક સર્વ આત્માઓમાં વિદ્યમાન છે. આ બીજા ગુણને આવૃત્ત કરનાર કર્મપુદ્ગલોનું નામ છે–દર્શનાવરણીય કર્મ. આ કર્મના ક્ષીણ થવાથી જ કેવલદર્શનની પ્રાપ્તિ થાય છે.
આત્માનો ત્રીજો ગુણ છે–આત્મિક સુખ. તેને રોકનારા પુદ્ગલોનું નામ છે–વેદનીય કર્મ.
આત્માનો ચોથો ગુણ છે–સમ્ય-શ્રદ્ધા. તેને રોકનારા પુગલોનું નામ છે––મોહનીય કર્મ. :
આત્માનો પાંચમો ગુણ છે–અટલ અવગાહન. આ શાશ્વતસ્થિરતાને રોકનારા પુગલોનું નામ છે–આયુષ્ય કર્મ.
આત્માનો છઠ્ઠો ગુણ છે–અમૂર્તિકપણું. તેને રોકનારા
= = છ દસમો બોલ ૫૫
છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org