________________
કાળ અસ્તિકાય નથી. તે વાસ્તવિક દ્રવ્ય નથી, કાલ્પનિક છે.
अनागतस्यानुत्पत्तेः उत्पन्नस्य च नाशतः ।
प्रदेशप्रचयाभावात्, काले नैवास्तिकायता । અર્થાત્ –અનાગત-કાળની ઉત્પત્તિ થઈ નથી, ઉત્પન્ન કાળનો નાશ થઈ જાય છે અને પ્રદેશોનો પ્રચય થતો નથી, આથી કાળ અસ્તિકાય નથી. દ્રવ્યથી કાળ અનંત-દ્રવ્ય છે. ક્ષેત્રથી તે મનુષ્ય-ક્ષેત્ર (અઢી દ્વીપ) પ્રમાણ છે. કાળથી તે અનાદિ-અનંત છે. ભાવથી તે અમૂર્ત છે. ગુણથી તે વર્તમાન ગુણવાળો છે.
પ્રશ્ન-કાળ જ્યારે વાસ્તવિક દ્રવ્ય જ નથી તો પછી તેની કલ્પના શા માટે છે અને તેના અનંત-દ્રવ્યો કેવી રીતે થયા તથા તે અનાદિ-અનંત કેવી રીતે થઈ શકે ?
ઉત્તર–કાળના પરમાણુ અને પ્રદેશ નથી હોતા, આથી તે કાલ્પનિક-દ્રવ્ય કહેવાય છે.
કાળની ઉપયોગિતા સ્વયં-સિદ્ધ છે, કેમ કે તેના વિના કોઈપણ કાર્યક્રમ નિર્ધારિત થઈ શકતો નથી. નાનાથી માંડી મોટાં કામ સદ્ધામાં કાળની સહાયતા અપેક્ષિત હોય છે. ભૂત(થયું), વર્તમાન(છે) અને ભવિષ્ય(થશે)–તેમના વિના કોઈનું કામ ચાલી શકતું નથી. આ ઉપયોગિતા પ્રત્યક્ષ-પ્રમાણિત છે.
કાળના પરમ સૂક્ષ્મ ભાગનું નામ સમય છે. એવા સમયો ભૂતકાળમાં અનંત વ્યતીત થઈ ગયા. વર્તમાનમાં એવો એક સમય છે. આગામી કાળમાં એવા અનંત સમય થશે. આથી કાળને દ્રવ્યદષ્ટિથી અનંત-વ્યક્તિક માનવામાં આવે છે. કાળ, જીવ અને પુદ્ગલ જે અનંત છે તેના ઉપર વર્તે છે, એટલા માટે પણ તેને અનંત-દ્રવ્ય કહેવામાં આવે છે.
કાળનું અનાદિપણુ તથા અનંતપણુ લોક-સ્થિતિ પર આધારિત છે. જ્યારે લોક-સ્થિતિ અનાદિ-અનંત છે, ત્યારે કાળનું અનાદિઅનંત હોવું પણ અનિવાર્ય છે.
= ર જીવ-અજીવ . ૧૪૮ =
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org