________________
કાળ-વિભાગ—કાળના વિભાગ દ્વારા જ આયુષ્ય વગેરેનું માપ કરવામાં આવે છે. તે આ પ્રકારે છે—
અવિભાજય-કાળનું નામ સમય છે. સમયને સમજવા માટે શાસ્ત્રોમાં અનેક ઉદાહરણો ઉપલબ્ધ છે. એક શક્તિશાળી યુવક એક જીર્ણતાંતણાને જેટલા સમયમાં તોડે છે, તેના અસંખ્યાતમા ભાગનું નામ સમય છે.
આંખના પલકારામાં જે કાળ લાગે છે, તેના અસંખ્યાતમા ભાગનું નામ સમય છે.
વીજળીનો પ્રવાહ અતિ અલ્પ કાળમાં લાખો માઈલો સુધી પહોંચી જાય છે અને તે અત્યંત સૂક્ષ્મ કાળમાં જેટલા ક્ષેત્રનું અવગાહન કરે છે જો તેમના ભાગ કરવામાં આવે તો અસંખ્ય થાય છે. આ અસંખ્યાતમા ભાગને સમય કહે છે.
આ ઉદાહરણોના આધાર પર સમયની સૂક્ષ્મતાનું અનુમાન કરી શકાય છે.૧
જે પરિણમનનો હેતુ છે, વર્તતો રહે છે, તે કાળ લોકમાં પણ હોય છે અને અલોકમાં પણ. તેને નિશ્ચય-કાળ કહે છે અને મૂહુર્ત, દિવસ-રાત વગેરે વિભાગવાળો કાળ માત્ર મનુષ્ય-લોકમાં જ હોય છે, તેની બહાર નહીં. તેનો આધાર સૂર્ય અને ચંદ્રની ગતિ છે.
૧.
કાળના વિભાગો—
અવિભાજ્ય કાળ
અસંખ્ય સમય
૨૫૬ આવલિકા
૨૨૨૩–૧૨ ૨૯/૩૭૭૩ આવલિકા ૪૪૪૬-૨૪૫૮/૩૭૭૩ આવલિકા
અથવા સાધિક ૧૭ ક્ષુલ્લક ભવ અથવા એક શ્વાસોચ્છ્વાસ
૭ પ્રાણ
૭ સ્તોક
૩૮ાા લવ
Jain Educationa International
વીસમો બોલ ૦ ૧૪૯
=એક સમય.
=એક આવલિકા
=એક ક્ષુલ્લક ભવ (સૌથી અલ્પ આયુ)
=એક ઉચ્છ્વાસ-નિશ્વાસ
એક પ્રાણ
=એક સ્તોક
–એક લવ
=એક ઘડી (૨૪ મિનિટ)
For Personal and Private Use Only
www.jainelibrary.org