________________
ગતિથી છ મહિનામાં તે જેટલા ક્ષેત્રનું અવગાહન કરે છે, તેટલા ક્ષેત્રને એક રજુ કહે છે અથવા અસંખ્ય યોજન જેટલાં ક્ષેત્રને એક રજુ કહે છે. લોકાકાશની તુલના ધર્માસ્તિકાય, અધમસ્તિકાય અને એક આત્માના પ્રદેશના પરિમાણ વડે કરવામાં આવે છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના અસંખ્ય પ્રદેશો છે અને એકએક આકાશ-પ્રદેશ પર તેમનો એક-એક પ્રદેશ ફેલાયેલો છે. એક આત્માના પ્રદેશો પણ અસંખ્ય હોય છે. કેવલી-સમુદ્રઘાત વખતે લોકાકાશના એક-એક પ્રદેશ પર આત્માનો એક-એક પ્રદેશ ફેલાઈ જાય છે.
આકાશનો બીજો ભાગ, જેમાં આકાશ સિવાય કંઈ નથી, તેનું નામ અલોક-આકાશ છે, તે લોકને ચારે બાજુથી ઘેરે છે અને અનંત છે. ૪. કાળ
મૂહુર્ત, દિવસ, રાત, પક્ષ, માસ વગેરે કાળ-વ્યવહાર માત્ર મનુષ્ય-લોકમાં જ થાય છે, તેની બહાર નહીં. મનુષ્ય-લોકની બહાર કદાચ કોઈ કાળ-વ્યવહાર કરનાર હોય અને એવો વ્યવહાર કરે તો તે મનુષ્ય-લોકના પ્રસિદ્ધ વ્યવહાર અનુસાર જ કરશે. કાળવ્યવહાર સૂર્ય, ચંદ્રમા આદિ જયોતિષ્કોની ગતિ પર જ આધાર રાખે છે. માત્ર મનુષ્ય-લોકના જયોતિષ્કો જ ગતિક્રિયા કરે છે, અન્ય જયોતિષ્ક ગતિક્રિયા નથી કરતા. કાળનો વિભાગ
જ્યોતિષ્કોની વિશિષ્ટ ગતિના આધાર પર જ કરવામાં આવે છે. દિવસ, રાત, પક્ષ વગેરે જે સ્થૂળ કાળ-વિભાગ છે, તે સૂર્ય વગેરેની નિયત ગતિ ઉપર આધારિત હોવાને કારણે તેમનાથી જાણી શકાય છે. સમય, આવલિકા વગેરે સૂક્ષ્મ કાળ-વિભાગ તેમનાથી જાણી શકાતા નથી. કોઈ એક સ્થાનમાં સૂર્યોદયથી લઈને સૂર્યાસ્તની વચ્ચેના સમયને દિવસ કહે છે. એ જ રીતે સૂર્યાસ્તથી સૂર્યોદય સુધીના સમયને રાત કહે છે. દિવસ અને રાતનો ત્રીસમો ભાગ મૂહુર્ત છે. પંદર દિવસ-રાતનો એક પક્ષ(પખવાડિયું) બને છે. બે પક્ષનો એક માસ, બે માસની એક ઋતુ, ત્રણ ઋતુનું એક અયન, બે અયનનું એક વર્ષ, પાંચ વર્ષનો એક યુગ માનવામાં આવે છે. આ બધા કાળ-વિભાગો સૂર્યની ગતિ પર આધાર રાખે છે. જે ક્રિયા ચાલુ છે તે વર્તમાનકાળ, જે થનારી છે તે ભવિષ્યકાળ અને જે થઈ ચૂકી છે તે ભૂતકાળ છે. = ક વીસમો બોલ, ૧૪૭
=
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org