________________
ત્રસ, સ્થાવર વગેરે પ્રાણીઓનો આધાર પૃથ્વી છે. પૃથ્વીનો આધાર જળ છે. જળનો આધાર વાયુ છે અને વાયુનો આધાર આકાશ છે. વાયુ, જળ, પૃથ્વી વગેરે આધાર અને આધેય બંને છે : આકાશ માત્ર આધાર જ છે, આધેય નહીં. પૃથ્વી સસ-સ્થાવર વગેરે પ્રાણીઓનો આધાર છે તથા પોતે ઉદધિ-પ્રતિષ્ઠિત છે—જળ ઉપર ટકેલી છે, આથી આધેય છે. ઉદધિ—પૃથ્વીનો આધાર છે પરંતુ સ્વયં વાયુ-પ્રતિષ્ઠિત છે, આથી આધેય છે. વાયુ–ઉદધિનો આધાર છે પરંતુ સ્વયં આકાશ-પ્રતિષ્ઠિત છે, આથી આધેય છે. આકાશ વાયુનો આધાર છે અને તે આત્મ-પ્રતિષ્ઠિત છે, આથી આધેય નથી.
પ્રશ્ન–આકાશ અમૂર્ત છે તો પછી તેનો આસમાની રંગ કેમ દેખાય છે?
ઉત્તર–એ રંગ આકાશનો નથી. તે જેવું અહીં છે તેવું જ સર્વત્ર છે. જે આસમાની રંગ દૃષ્ટિગોચર થઈ રહ્યો છે, તે દૂર સ્થિત રજકણોનો છે. રજકણ આપણી આસપાસ પણ ઘૂમતાં રહે છે, છતાં પણ સામીપ્સના કારણે દૃષ્ટિગોચર થતાં નથી. દૂરતા અને સઘનતા થવાના કારણે તે જ રજકણો આસમાની રંગનાં દેખાવા લાગે છે. ઊંચે રહેલાં વાદળો એક સઘન પિંડના રૂપમાં નજરે પડે છે પણ નજીક આવતાં તે એવાં પ્રતીત થતાં નથી. દૂરથી આકાશ જમીનને અડતું હોય તેમ દેખાય છે, પરંતુ પાસે આવતાં એવું નથી.
જે લોકો માત્ર એક પ્રત્યક્ષ-પ્રમાણ જ માને છે તેમની માન્યતા છે કે જે સ્પર્શ, રસ, રૂપ, ગંધ, શબ્દ વગેરે ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો છે, તેમનાથી જુદો કોઈ અમૂર્ત પદાર્થ નથી. આથી પ્રત્યક્ષ સિવાયના અન્ય કોઈ પ્રમાણની આવશ્યકતા નથી. પરંતુ જયારે આકાશના અસ્તિત્વનો પ્રશ્ન સામે આવે છે ત્યારે તેઓ મોટી મૂંઝવણમાં મુકાઈ જાય છે. આકાશ અથવા તેમની જેવું બીજું કોઈ આશ્રય આપનારું દ્રવ્ય માનવું જ પડે છે અને તે દ્રષ્ટિગમ્ય નથી હોતું, આથી તેમની જાણકારી માટે પ્રત્યક્ષ સિવાયના અનુમાન વગેરે પ્રમાણ માનવાની જરૂર ઊભી થઈ જ જાય છે.
આકાશ લોક તથા અલોક બંનેમાં વ્યાપ્ત છે. લોક-આકાશના પ્રદેશો અસંખ્ય છે. તેમનું પરિમાણ ચૌદ રજુ છે. રજુનો અર્થ એક કલ્પના દ્વારા સમજાવવામાં આવે છે. એક વ્યક્તિ એક આંખના પલકારામાં એક લાખ યોજનની ગતિ કરે છે. આ પ્રકારની શીધ્ર
= ૩ જીવ-અજીવ ૧૪૬ .
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org