________________
ઉત્તર—જે લોકને માને છે તેઓ અલોકને કેમ નહીં માને ? શુદ્ધ વ્યુત્પત્તિવાળું નામ ત્યારે બને છે જ્યારે તેનો બીજો કોઈ ને કોઈ પ્રતિપક્ષી પદાર્થ મળે છે. પ્રતિપક્ષી પદાર્થના અભાવમાં કોઈ પદાર્થનું નામક૨ણ જ થઈ નથી શકતું. પ્રકાશનો પ્રતિપક્ષી અંધકાર છે. શાહુકારનો પ્રતિપક્ષી ચોર છે. ઉષ્ણનો પ્રતિપક્ષી શીત છે. મૃદુનો પ્રતિપક્ષી કઠોર છે. સ્નિગ્ધનો પ્રતિપક્ષી રુક્ષ છે—વગેરે. જેટલા શુદ્ધ વ્યુત્પત્તિક નામો છે, તે બધાં જ પદાર્થોના વિરોધી સ્વભાવને કા૨ણે આપવામાં આવ્યાં છે, ‘લોક’ શુદ્ધ વ્યુત્પત્તિક શબ્દ છે. આથી અલોકના અસ્તિત્વથી જ લોકનું અસ્તિત્વ જાણી શકાય છે, બીજી રીતે નહીં.
૩. આકાશાસ્તિકાય
આકાશનો અર્થ છે—જેમાં જીવો અને પુદ્ગલોને આશ્રય મળે છે, તે દ્રવ્ય. અસ્તિકાયનો અર્થ છે—પ્રદેશ-સમૂહ.
દ્રવ્યથી આકાશાસ્તિકાય અનંત-પ્રદેશોનો એક અવિભાજ્ય પિંડ છે. એક કહેવાનો ઉદ્દેશ્ય એ છે કે તે પૃથક-પૃથક વ્યક્તિ રૂપે નહીં, પરંતુ સંલગ્ન એકાકાર છે.
ક્ષેત્રથી તે લોક-અલોક બંનેમાં વ્યાપ્ત છે.
કાળથી તે અનાદિ અને અનંત છે.
ભાવથી તે અમૂર્ત છે.
ગુણથી તે ભાજનગુણવાળું અર્થાત્ અવકાશની ક્ષમતાવાળું દ્રવ્ય
છે.
પ્રશ્ન—આધાર કેટલાં પદાર્થો છે ? અને આધેય કેટલાં? ઉત્તર~એક આકાશ-દ્રવ્ય આધાર છે, બાકીના બધાં દ્રવ્યો આધેય છે. આકાશ પણ અમૂર્ત હોવાને કા૨ણે આપણને દેખાતું નથી. છતાં પણ અનુમાન અને તર્કના બળ ઉપર તેનું અસ્તિત્વ સ્વીકારી લેવામાં આવે છે. આધારના અભાવમાં કોઈ પણ પદાર્થ ટકી શકતો નથી. ઘડામાં પાણી એટલા માટે રહી શકે છે કે તેમાં આશ્રય દેવાનો ગુણ વિદ્યમાન છે. કોઈ ને કોઈ એવો વ્યાપક પદાર્થ અવશ્ય હોવો જોઈએ જે સમસ્ત પદાર્થોને આશ્રય આપી શકે. તે આકાશ જ છે. આ સમગ્ર સંસાર તેના તે ગુણ પર પ્રતિષ્ઠિત છે.
વીસમો બોલ ૦ ૧૪૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org