________________
પાંચેયમાંથી પ્રત્યેકને અંતર્મુહૂર્ત લાગે છે.
૧. મકાન બનાવનાર સહુથી પહેલાં તેની સામગ્રી–લાકડું, ઈંટ, માટી, પત્થર, ચૂનો વગેરે એકઠી કરે છે. તે જ રીતે જીવ જન્મ ગ્રહણ કરતી વેળાએ આહારને યોગ્ય પગલો ગ્રહણ કરે છે. તે મુદ્દગલોને અથવા તેમની શક્તિને કહે છે–આહાર-પર્યાતિ.
૨. આહાર-પતિમાં બધી પર્યાપ્તિઓને યોગ્ય પુદ્ગલ ગ્રહણ કરાયેલાં હોય છે. અમુક લાકડું સ્તંભ બનાવવા માટે યોગ્ય છે, અમુક કબાટ બનાવવા માટે યોગ્ય, અમુક પત્થર પટ્ટીઓ કે દીવાલોને માટે યોગ્ય છે. આ વિભાગની જેમ છે –શરીર-પર્યાપ્તિ. આહાર-પર્યાપ્તિમાં જે પુગલો શરીરની રચના કરવા માટે સમર્થ હોય છે તે પુગલો અથવા તેમની શરીર બનાવવાની શક્તિને કહે છે–શરીર-પર્યાપ્તિ.
૩. દીવાલો કે ઓરડો બનાવતી વખતે તેમાં પ્રવેશ અને નિગમનનો હક રાખવામાં આવે છે, દરવાજા બનાવવામાં આવે છે. ઘરના જેવા જ આકારવાળી શરીર-પર્યાપ્તિમાં દરવાજા-સમાન ઇન્દ્રિય-પર્યાપ્તિ છે. પરોક્ષ જ્ઞાનવાળો આત્મા બાહ્ય ઇન્દ્રિયો દ્વારા જ વસ્તુઓનું જ્ઞાન કરી શકે છે.
૪-૫. શ્વાસોશ્વાસ–પતિ અને ભાષા-પર્યાપ્તિનું સ્વરૂપ પૂર્વોક્ત ઉદાહરણ વડે જ સમજવું જોઈએ; કેમ કે આ બંનેમાં પણ ઇન્દ્રિયની જેમ જ પ્રવેશ અને નિર્ગમ થાય છે. ૧. બે સમયથી માંડી બે ઘડી (૪૮ મિનિટોમાં એક સમય કમ–એટલા
કાળને અંતર્મુહૂર્ત કહે છે. અંતર્મુહૂર્તના ત્રણ ભેદ છે : (૧) જઘન્ય અંતર્મુહૂર્ત–બે સમયનો કાળ. (૨) ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત—બે ઘડીમાં એક સમય કમ એટલો કાળ.
(૩) મધ્યમ અંતર્મુહૂર્ત–જઘન્ય અને ઉત્કૃટની વચ્ચેનો કાળ. ૨. બહારનો વાયુ શરીરની અંદર લઈ જવો અને અંદરના વાયુને શરીરની
બહાર કાઢવો તે શ્વાસોચ્છવાસ કહેવાય છે. આ કાર્ય માત્ર ફેફસાઓ દ્વારા જ નથી થતું, પરંતુ ચામડીના છિદ્રો દ્વારા પણ થાય છે. આપણાં સમગ્ર શરીર વડે શ્વાસોચ્છવાસની ક્રિયા થતી રહે છે. જો ફેફસાને જ શ્વાસોચ્છુવાસનું સાધન માની લઈએ તો તો વનસ્પતિ-કાયમાં શ્વાસોચ્છવાસની ક્રિયા ન હોવી જોઈએ એમ માનવું પડે, કેમ કે વનસ્પતિ-કાયમાં ફેફસાં હોતાં નથી. પરંતુ જૈન-સિદ્ધાંત અનુસાર વનસ્પતિ-કાયમાં પણ શ્વાસોચ્છવાસ હોય છે, આથી માનવું પડશે કે શ્વાસોચ્છવાસ પ્રાણીના સમગ્ર શરીરથી થતો રહે છે.
= ૩ જીવ-અજીવ રર છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org