________________
૬. મકાન તૈયાર થયા પછી, આ ઓરડો શિયાળામાં ગરમ રહે છે, આ ઉનાળામાં ઠંડો રહે છે, આ શયનગૃહ છે, આ રસોડું છે ઇત્યાદિ વિચારોની સમાન છે, મનઃ-પર્યાપ્તિ. હેય (છોડવાયોગ્ય વસ્તુઓ)નો પરિત્યાગ અને ઉપાદેય (ગ્રહણ કરવાયોગ્ય) વસ્તુઓનો સ્વીકાર કરવાનું જ્ઞાન, મનઃપર્યાપ્તિના આધારે કરવામાં આવે છે.
ઉપર્યુક્ત વિવેચન અનુસાર પર્યાપ્તિઓની નીચે મુજબ પરિભાષા કરી શકાય :
(૧) જે પુદ્ગલ-સમૂહ વડે શરીર વગેરે પાંચ પર્યાપ્તિઓને યોગ્ય પુદ્ગલ ગ્રહણ કરવાની ક્રિયાની પર્યાપ્તિ અથવા પૂર્ણતા થાય છે તેને આહાર-પર્યાપ્તિ કહે છે.
(૨) શરીરને યોગ્ય પુદ્ગલોની શરીરના અંગોપાંગોની રચના કરનાર ક્રિયાની પર્યાપ્તિ થાય છે જે પુદ્ગલ-સમૂહ વડે, તેને કહે છે, શ૨ી૨-૫ર્યાપ્તિ.
(૩) ત્વચા આદિ ઇન્દ્રિયોની રચના કરનાર ક્રિયાની પર્યાપ્તિ થાય છે જે પુદ્ગલ-સમૂહ વડે, તેને કહે છે, ઇન્દ્રિય-પર્યાપ્તિ.
(૪) શ્વાસોચ્છ્વાસને યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ અને ઉત્સર્ગ (ત્યાગ) કરનાર શક્તિ—ક્રિયાની પર્યાપ્ત થાય છે જે પુદ્ગલસમૂહ વડે, તેને કહે છે—શ્વાસોચ્છ્વાસ-પર્યાપ્તિ.
(૫) ભાષાને યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ અને ઉત્સર્ગ કરનાર ક્રિયાની પર્યાપ્તિ થાય છે જે પુદ્ગલ-સમૂહ વડે, તેને કહે છે
ભાષા-પર્યાપ્તિ.
(૬) મનને યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ અને ઉત્સર્ગ કરનારી ક્રિયાની પર્યાપ્તિ થાય છે જે પુદ્ગલ-સમૂહ વડે, તેને કહે છે— મનઃ-પર્યાપ્તિ.
પ્રશ્ન—પર્યાપ્તિઓ પૂર્ણ થયા પછી તેમનાથી જીવોને શું લાભ થાય છે?
ઉત્તર—આહાર-પર્યાપ્તિ વડે જીવ પ્રતિ-સમય આહાર
૧. ઔદારિક, વૈક્રિય, આહા૨ક અને છએ પર્યાપ્તિઓને યોગ્ય જે પુદ્ગલોનું ગ્રહણ થાય છે તેને આહાર કહે છે. આહાર ત્રણ પ્રકારના છે—ઓજ આહાર,
પાંચમો બોલ ૦ ૨૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org