SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો બોલ જાતિ પાંચ ૧. એકેન્દ્રિય ૨. દીન્દ્રિય ૩. ત્રીન્દ્રિય ૪. ચતુરિન્દ્રિય ૫. પંચેન્દ્રિય ચેતના આત્માનું લક્ષણ છે. તેનો વિકાસ પ્રાણીમાત્રમાં સમાન નહીં, પરંતુ તારતમ્ય-યુક્ત હોય છે. વિકાસની પહેલી શ્રેણી ઇન્દ્રિય-જ્ઞાન છે. વિશિષ્ટ જ્ઞાન તો કોઈમાં હોય કે ન હોય પરંતુ ઇન્દ્રિય-જ્ઞાન તો અવિકસિત આત્મામાં પણ હોય છે. તેનો જો અભાવ હોય તો જીવ અને અજીવમાં કોઈ ભેદ જ ન રહે. ઇન્દ્રિયો (ત્વચા, જીહા, નાક, આંખ અને કાન) વડે જીવના જે વિભાગ થાય છે તેને જાતિ કહે છે. જાતિ શબ્દનો અર્થ સદશતા – સમાનતા છે; જેમ કે– ગાય જાતિ, અશ્વ જાતિ. ગાય જાતિમાં કાળી, પીળી, સફેદ વગેરે બધી ગાયોનો સમાવેશ થાય છે. અશ્વ જાતિમાં જુદા જુદા પ્રકારના બધા અશ્વોનો સમાવેશ થાય છે, તેવી જ રીતે એકેન્દ્રિય-જાતિમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના બધા જીવોનો સમાવેશ = હ બીજો બોલ ૭ . Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005343
Book TitleJiva Ajiva
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year2000
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy