________________
થઈ જાય છે. આ રીતે દ્વીન્દ્રિય જાતિમાં બે ઇન્દ્રિયવાળા જીવોનો, ટીન્દ્રિયમાં ત્રણ ઇન્દ્રિયો વાળા જીવોનો, ચતુરિન્દ્રિયમાં ચાર ઇન્દ્રિયોવાળા જીવોનો અને પંચેન્દ્રિયમાં પાંચ ઇન્દ્રિયોવાળા જીવોનો સમાવેશ થાય છે.
ઇન્દ્રિય-વૃદ્ધિનો ક્રમ એ છે કે એકેન્દ્રિય જાતિમાં એક સ્પર્શન-ઇન્દ્રિય હોય છે અને દ્વીન્દ્રિયમાં જીભ, ત્રીન્દ્રિયમાં નાક, ચતુરિન્દ્રિયમાં આંખ અને પંચેન્દ્રિયમાં કાન – આ રીતે ક્રમશઃ એક એક ઇન્દ્રિય વધતી જાય છે.
જે જીવોમાં માત્ર એક સ્પર્શન-ઇન્દ્રિય હોય છે, તે જીવોની જાતિ છે—એકેન્દ્રિય. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ
વગેરે.
જે જીવોમાં સ્પર્શન તથા રસન– એ બે ઇન્દ્રિયો હોય છે, તે જીવોની જાતિ છે – હીન્દ્રિય. છીપ, શંખ, કૃમિ, ઉધઇ વગેરે.
જે જીવોમાં સ્પર્શન, રસન તથા ધ્રાણ – એ ત્રણ ઇન્દ્રિયો હોય છે, તે જીવોની જાતિ છે—ત્રીન્દ્રિય. કીડી, મકોડા, જૂ, લીખ, ચાંચડ વગેરે.
જે જીવોમાં સ્પર્શન, રસન, ધ્રાણ તથા ચક્ષુ – એ ચાર ઇન્દ્રિયો હોય છે, તે જીવોની જાતિ છે–ચતુરિન્દ્રિય. માખી, મચ્છ૨, ભમરા, તીડ, કંસારી વગેરે.
જે જીવોમાં સ્પર્શન, રસન, ધ્રાણ, ચક્ષુ તથા શ્રોત્ર –– એ પાંચ ઇન્દ્રિયો હોય છે, તે જીવોની જાતિ છે – પંચેન્દ્રિય. તીર્થંચ–મસ્ય, મગર, ગાય, ભેંસ, સર્પ, પક્ષી વગેરે તથા મનુષ્ય, દેવ અને નારકી.
તીર્થંચ જીવ ત્રણ પ્રકારના હોય છે , જેમ કે –
૧. જલચર–પાણીમાં રહેનારા માછલી, કાચબા, મગર વગેરે,
૨. સ્થલચર– સ્થળ અર્થાત્ ભૂમિ પર વિચરનારા. એ બે પ્રકારના હોય છે; જેમ કે –
૧. ચતુષ્પાદ – ચાર પગવાળા
જીવું-અજીવ ૦૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org