________________
૨૦. વિશ્વનાં ઘટક છ દ્રવ્યોનું વિવેચન.
કાળ-વિભાગ, પુદ્ગલ દ્રવ્યની વિભિન્ન અવસ્થાઓ અને તેમનું સ્વરૂપ.
બે રાશિ – જીવ અને અજીવનું વર્ણન. ૨૨. શ્રાવકના બાર વ્રતોનું સ્વરૂપ અને તેમની ધાર્મિક, સામાજિક
તથા રાષ્ટ્રીય દૃષ્ટિએ ઉપયોગિતા. ૨૩. પાંચ મહાવ્રતોનું સ્વરૂપ. ૨૪. ત્યાગના વિભિન્ન પ્રકારોનું વર્ણન, ત્યાગ કરવાના વિવિધ
માર્ગ. ૨૫. પાંચ પ્રકારનાં ચારિત્ર અને તેમનું સ્વરૂપવર્ણન.
આ રીતે પચીસ બોલોમાં સમ્યફ જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યફ ચારિત્રનું જ નિરૂપણ છે. તેમનાં પરિપ્રેક્ષ્યમાં તેમના સાધક-બાધકસ્થળોનો મેં વિસ્તાર કર્યો છે. | વિ.સં. ૨૦૦૨માં આચાર્યશ્રીનો ચાતુર્માસ શ્રી ડુંગરગઢમાં હતો. જીવ-અજીવનું આ વિવેચન તૈયાર હતું. ત્યાં ડૉ. જેઠમલજી ભંસાલી તથા તેમના અનેક સહયોગી વ્યક્તિઓએ તે ધારણ કર્યું અને સંપાદન જેઠમલજી ભંસાલીએ કર્યું. તેનું પ્રથમ સંસ્કરણ શ્રી જૈન શ્વેતામ્બર તેરાપંથી સભા, શ્રી ડુંગરગઢથી પ્રકાશિત થયું. સહુ તેનાથી લાભાન્વિત થયા. તદનન્તર ધાર્મિક પરીક્ષામાં તેનો સમાવેશ થયો અને હજારો છાત્ર-છાત્રાઓએ તેના માધ્યમથી જૈન ધર્મના મૂળભૂત તથ્યો જાણ્યાં.
મુનિ સુદર્શને તે સાદ્યોપાંત વાંચ્યું અને અત્ર-તત્ર આવશ્યક સંશોધન તથા સંપાદન કર્યું.
-આચાર્ય મહાપ્રજ્ઞ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org