________________
કે
બે બોલ
કરે
જૈન ધર્મવિચાર–તત્ત્વવિચારમાં આત્મા–જીવ કેન્દ્રસ્થાને છે. અનાદિકાળથી જીવ અજીવ સાથે સંકળાયો અને સંસારચક્ર શરૂ થયું. અજીવન સાણસામાંથી જીવ છૂટે એટલે મોક્ષ. અજીવનો કારસો છે કર્મનો અને તે કારસામાંથી છૂટવા માટેનું સાધન છે ધર્મ. જિન-ભગવંતોએ મનુષ્ય-લોકમાં આવો ધર્મ કાળ-કાળે સુલભ બનાવી આપ્યો છે. આ ધર્મ-માર્ગછે–અહિંસા, તપ અને સંયમનો. આ ધર્મ-માર્ગને જાણવા માટે જીવ, અજીવ અને તે બંને વચ્ચેનો સંબંધ જાણવો અનિવાર્ય છે. જીવ એટલે શું, તેના પ્રકારો કેટલાં, તે
ક્યાં-ક્યાં હોય છે, તેનાં શરીર અને ઈન્દ્રિયો કેવા પ્રકારે બને છે, કર્મ શું છે, કેટલાં પ્રકારના છે, કેવી રીતે જીવ સાથે જોડાયેલ છે, તેમાંથી છૂટવા માટે જીવે શો પ્રયત્ન કરવો–આ બધા પ્રશ્નોની સમજૂતી જૈન આચાર્યો– મુનિવરો દેશકાળાનુસારી શૈલીમાં આપતા આવ્યા છે.
અહીં પૂજ્ય આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીએ પ્રાચીન પચ્ચીસ બોલના સંગ્રહનો આધાર લઈ જીવ અને અજીવના સ્વરૂપનું વિશદ વિશ્લેષણ કર્યું છે. આ પચ્ચીસ બોલોમાં જીવ અને અજીવને લગતા વિવિધ મુદ્દાઓ માત્ર ટૂંકાણમાં આપેલા હતા તેમનો વિસ્તાર કરી જીવ અને અજીવને લગતી લગભગ સઘળી બાબતોનું આચાર્યશ્રીએ નિરૂપણ કર્યું છે.
આચાર્યશ્રીએ પોતાની પ્રસ્તાવનામાં જણાવ્યું છે તેમ આ વિવેચન છેક વિ.સં. ૨૦૦૨માં તૈયાર થયેલ. આચાર્યશ્રીની પ્રથમ રચના હોવા છતાં તેમની સરળ અને તલસ્પર્શી શૈલીના આમાં દર્શન થાય છે. શ્રી શુભકરણજી સુરાણાએ કહ્યું કે આ ગ્રંથની હિન્દીમાં તો અનેક આવૃત્તિઓ થઈ ગઈ છે ત્યારે મેં તેમને વહેલી તકે આ ગ્રંથ ગુજરાતીમાં પણ પ્રકાશિત થાય તે માટે આગ્રહ કર્યો. તેમણે આ કાર્યમને જ સોંપ્યું. અમને આનંદ છે કે આચાર્યશ્રીના જીવનના એંશી વર્ષની પૂર્તિ પ્રસંગે આ ગુજરાતી આવૃત્તિ પ્રગટ થાય છે.
ગુજરાતી વાચકોને જૈન ધર્મ-દર્શનના ઊંડાણમાં જવા માટે આ અનુવાદ પ્રથમ સોપાન તરીકે અવશ્ય ઉપયોગી થશે.
રમણીક શાહ પૂર્વાધ્યક્ષ, પ્રાકૃત-પાલિ વિભાગ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ.
IV
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org