________________
ઘાણ-ઇન્દ્રિયનો ગંધ, રસનેન્દ્રિયનો રસ અને સ્પર્શન-ઇન્દ્રિયનો સ્પર્શ–આ રીતે પ્રત્યેક ઇન્દ્રિયનો એક-એક વિષય છે. વિસ્તારથી તેમના ત્રેવીસ ભેદો છે.
સંસારના બધા પદાર્થોને બે ભાગમાં વહેંચી શકાય છે–મૂર્તિ અને અમૂર્ત. જેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે તે મૂર્ત અને જેનામાં વર્ણ વગેરે હોતા નથી તે છે અમૂર્ત. ઇન્દ્રિયો વડે માત્ર મૂર્ત પદાર્થ જ જાણી શકાય છે, અમૂર્ત નહીં. પાંચ ઇન્દ્રિયોના પાંચ વિષયો (અથવા ત્રેવીસ ભેદો) અલગ-અલગ વસ્તુ ન હોઇને એક જ મૂર્ત દ્રવ્યના પર્યાયો છે. જેમ કે–એક લાડુ છે. તેને ભિન્નભિન્ન રૂપે પાંચે ઈન્દ્રિયો જાણે છે. આંગળી અડીને તેનો શીત, ઉષ્ણ વગેરે સ્પર્શ જાણે છે. જીભ ચાખીને તેનો ખાટો-મીઠો વગેરે રસ જાણી લે છે. નાક સૂંઘીને તેની સુગંધ કે દુર્ગધની જાણકારી મેળવી લે છે. આંખ જોઈને તેનો લાલ, પીળો વગેરે રંગ જાણી લે છે. કાન તે લાડુને ખાવાથી ઉત્પન્ન થતા અવાજને સાંભળીને તે તાજો છે કે કેટલાય દિવસનો છે તે વસ્તુ જાણી લે છે. આમ, લાડુમાં સ્પર્શ, રસ, ગંધ વગેરે પાંચ વિષયોનું સ્થાન અલગ-અલગ નથી, પરંતુ તે બધા તેના બધા ભાગોમાં એક સાથે રહેલા છે. તે બધા એક જ દ્રવ્યના અવિભાજ્ય ગુણો છે. સ્પર્શ, રસ, ગંધ અને વર્ણએ ચાર પૌગલિક દ્રવ્યના ગુણો છે, અને શબ્દ તેનું કાર્ય છે. ઇન્દ્રિયો ભલેને ગમે તેટલી ચતુર કેમ ન હોય, પણ પોતાના વિષયથી જુદા અન્ય વિષયને ગ્રહણ કરી શકતી નથી. આંખ કદી સાંભળી શકતી નથી અને કાન જોઈ નથી શકતા. પાંચેય ઇન્દ્રિયોના પાંચ વિષયો સર્વથા જુદા-જુદા છે. શબ્દ
શબ્દ અનંતાનંત પુગલ-કંધોમાંથી ઉત્પન્ન થાય છે. તેની ઉત્પત્તિના બે કારણો છે–સંઘાત અને ભેદ. અસંબંધિત પુદ્ગલોનો સંબંધ થવાથી અને સંબંધિત પુગલોનો સંબંધ-વિચ્છેદ થવાથી શબ્દનો જન્મ થાય છે. તેના ત્રણ પ્રકાર છે–સચિત્ત શબ્દ, અચિત્ત શબ્દ અને મિશ્ર શબ્દ.
જીવ વડે જે બોલવામાં આવે છે, તે છે સચિત્ત શબ્દ. જેમ કે – મનુષ્યનો શબ્દ. અચિત્ત(જડ) પદાર્થ દ્વારા જે શબ્દ થાય છે તે છે અચિત્ત શબ્દ. જેમ કે–તૂટતાં લાકડાનો અવાજ. સચિત્ત અને
= ( જીવ-અજીવ ૮૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org