________________
અચિત્ત બંનેના સંયોગથી જે શબ્દ થાય છે તે છે મિશ્ર શબ્દ, જેમ કે-વાજાંનો શબ્દ. શબ્દ માત્ર શ્રોત્રેન્દ્રિયનો વિષય છે.
રૂપ
રૂપ પૌદ્ગલિક છે. તેના બે અર્થ છે- -આકાર અને વર્ણ. પ્રસ્તુત વિષયમાં રૂપનો અર્થ વર્ણ જ લેવાનો છે, આકાર નહીં. વર્ણ સ્વયં પુદ્ગલ નથી, પરંતુ પુદ્ગલનો ગુણ છે. વર્ણ પાંચ પ્રકારનો છે— કૃષ્ણ, નીલ, રક્ત, પિત અને શ્વેત. સાન્નિપાતિક(એકબીજામાં ભળેલા) વર્ણ અનેક હોઈ શકે છે. જેમ કે -એક ગણા શ્વેત વર્ણ સાથે એક ગણા કૃષ્ણ વર્ણનો સંયોગ થવાથી કાપોત વર્ણ થઈ જાય છે. રૂપ માત્ર ચક્ષુઃ-ઇન્દ્રિયનો વિષય છે.
ગંધ
ગંધ પણ પૌદ્ગલિક છે. તેના બે ભેદ છે—સુગંધ અને દુર્ગંધ. સુગંધ ઇષ્ટ વાસ છે. તેનાથી મન અને ઇન્દ્રિય પ્રસન્ન થાય છે. દુર્ગંધ અનિષ્ટ વાસ છે. તેનાથી મન અને ઇન્દ્રિય વ્યાકુળ થાય છે. ગંધ માત્ર ઘ્રાણેન્દ્રિયનો વિષય છે.
રસ
રસ પણ પૌદ્ગલિક છે. તે પાંચ પ્રકારનો છે—તિક્ત, કટુ, કષાય, આમ્લ અને મધુર.
૧. સૂંઠ તિક્ત છે.
૨. લીમડાનો રસ કટુ હોય છે.
૩. હરડે કષાય-૨સ વાળી હોય છે.
૪. આમલીનો રસ આમ્લ(ખાટો) હોય છે.
૫. ખાંડનો રસ મધુર હોય છે.
રસમાત્ર રસનેન્દ્રિયનો વિષય છે.
સ્પર્શ
સ્પર્શ પણ પૌદ્ગલિક છે. તેના આઠ ભેદ છે~~
૧. શીત, ૨. ઉષ્ણ, ૩. સ્નિગ્ધ, ૪. રુક્ષ, ૫. લઘુ, ૬. ગુરુ, ૭. મૃદુ, ૮. કર્કશ.
એમાં પહેલા ચાર સ્પર્શ મૂળ છે અને છેલ્લા ચાર સ્પર્શ તેમની બારમો બોલ ૦૮૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org