________________
બહુલતાથી બને છે. લઘુતા, ગુરુતા, મૃદુતા અને કર્કશતા આપેક્ષિક છે. વ્યવહાર-દૃષ્ટિએ પદાર્થ ગુરુ, લઘુ, ગુરુ-લઘુ, અગુરુલઘુ ચાર પ્રકારના હોય છે. પત્થર ગુરુ છે, દીપશિખા લઘુ છે, હવા ગુરુ-લઘુ છે, આકાશ અગુરુ-લઘુ છે. પરંતુ નિશ્ચયદૃષ્ટિએ ન તો કોઈ દ્રવ્ય સર્વથા લઘુ કે ન સર્વથા ગુરુ હોય છે. પત્થર વગેરે ગુરુ છે તો પણ પ્રયોગથી ઉપર ચાલ્યા જાય છે. આથી તે એકાંતરૂપે ગુરુ નથી. છત ઉપરથી ફેંકેલો રૂનો ઢગલો પણ નીચે જાય છે, આથી તે એકાંતરૂપે લઘુ નથી. પરંતુ રૂની અપેક્ષાએ પત્થર ભારે છે અને પત્થરની અપેક્ષાએ રૂનો ઢગલો હલકો છે. ઉપર તથા નીચે જવામાં લઘુતા તથા ગુરુતા નિશ્ચિત રૂપે કારણ નથી. મુખ્યતયા જે ઊર્ધ્વગતિ પરિણામવાળા પુદ્ગલો છે, તે ઊર્ધ્વગતિ કરે છે, અને જે અધોગતિ પરિણામવાળા છે તે અધોગતિ કરે છે. ઊર્ધ્વગતિ પરિણામ વડે ધુમાડો નીચેથી ઉપર જાય છે અને અધોગતિ પરિણામથી વસ્તુ ઉપરથી નીચે પડે છે. અહીં ઉર્ધ્વગતિ પરિણામ અને અધોગતિ પરિણામ જ કારણ છે, ગુરુતા અને લઘુતા કારણ નથી. પરિણામનું પરિવર્તન થતું રહે છે. પરિવર્તન સ્વાભાવિક પણ થાય છે અને પ્રયોગથી પણ થાય છે. મૂળ ચાર સ્પર્શવાળા સ્કંધ અગુરુ-લઘુ જ હોય છે, જેમ કે—ઉચ્છ્વાસ, કાર્મણ, મન અને ભાષાના પુદ્ગલ-સ્કંધો. અષ્ટસ્પર્શી સ્કંધ ગુરુ-લઘુ હોય છે, જેમ કે—કાર્યણ શરીરને છોડીને બાકીના ચાર શરીરોના પુદ્ગલસ્કંધો.
કેટલાક ગ્રંથોમાં સ્પર્શના લક્ષ આપા રીતે બતાવવામાં આવ્યા છે ઃ ઉષ્ણ-સ્પર્શ મૃદુતા અને પાક કરનાર છે. શીત-સ્પર્શ નિર્મળતા અને સ્તંભિત કરનાર છે. સ્નિગ્ધ-સ્પર્શ સંયોગ થવાનું કારણ છે. રુક્ષ–સ્પર્શ સંયોગ નહીં થવાનું કારણ છે. લઘુ-સ્પર્શ ઊર્ધ્વગમન અને તિર્યક્રૂગમનનું કારણ છે. ગુરુ-સ્પર્શ અધોગમનનું કારણ છે. મૃદુ-સ્પર્શ નમનનું અને કઠિન-સ્પર્શ અનમનનું કારણ છે.
રુક્ષ-સ્પર્શની બહુલતાથી લઘુ-સ્પર્શ બને છે અને સ્નિગ્ધસ્પર્શની બહુલતાથી ગુરુ-સ્પર્શ બને છે. શીત અને ઉષ્ણ-સ્પર્શની બહુલતાથી મૃદુ-સ્પર્શ થાય છે. ઉષ્ણ અથવા રુક્ષની બહુલતાથી કર્કશ-સ્પર્શ ઉષ્ણ બને છે. આ રીતે ચાર સ્પર્શ બનવાથી સૂક્ષ્મ સ્કંધ પણ બાદર-સ્કંધ બની જાય છે.
Jain Educationa International
જીવ-અજીવ૦૮૪
For Personal and Private Use Only
www.jainelibrary.org