________________
ચતુ-સ્પર્શી સ્કંધમાંથી અષ્ટ--સ્પર્શી સ્કંધ બનવાનું કારણ– શીત ઉષ્ણ નિધ રુક્ષ રે સૂક્ષમ એ ચિહુ મૂલગા ! અન્ય ચિહું ક ખ ડ પ્રમુખ રે, તે કિમ બાદર નીપજે છે. લૂખ ફર્શ ની જાણ રે, બહુલતાઈ કરી હુવે લઘુ / નિધ તણો પહિચાણ રે, બહુલતાઈ કરી હવે ગુરુ !' સ્પર્શ વગેરે પૌગલિક હોવાના કારણે મૂર્તિ છે. મૂર્તિ હોવાના કારણે ઇન્દ્રિય-ગમ્ય છે. તેવો કોઈ નિયમ નથી કે જેટલા મૂર્ત પદાર્થ હોય તે બધાએ ઇન્દ્રિયો વડે જાણી શકાય. પરમાણુ મૂર્તિ છે તો પણ ઇન્દ્રિય-ગમ્ય નથી. અનંત પરમાણુઓનો એક સ્કંધ બને છે તો પણ જ્યાં સુધી સૂક્ષ્મ પરિણામની નિવૃત્તિ અને સ્થૂળ પરિણામની પ્રાપ્તિ નથી થતી ત્યાં સુધી તે પણ ઇન્દ્રિય-ગમ્ય નથી બનતો. જેટલા પદાર્થ દષ્ટિગોચર થાય છે તે બધા મૂર્તિ છે અને અનંતપ્રદેશી અંધ છે. સૂક્ષ્માતિસૂક્ષ્મ યંત્રો વડે જે દૃષ્ટિગોચર થાય છે તે પણ અનંતપ્રદેશી ઢંધ છે. પરમાણુ વગેરે પ્રત્યક્ષ જ્ઞાન(અવધિજ્ઞાન વગેરે) વિના જોઈ શકાતા નથી. શબ્દ વગેરે જેટલા પણ ઇન્દ્રિયવિષયો છે, તે બધા અનંતપ્રદેશી ઢંધ છે, આથી ઇન્દ્રિયજ્ઞાનની સીમામાં છે. સ્થૂલ પરિણામવાળા પુદ્ગલ-સ્કંધ ઈન્દ્રિયો વડે જાણી લેવાય છે, સૂક્ષ્મ પરિણામવાળા નહીં. જો એવું માનવામાં આવે તો તો કહેવું પડશે કે સામાન્યપણે જે આંખોથી દેખાય છે, તે સ્થળ છે અને યંત્રોની સહાયતાથી દેખાય છે તે સૂક્ષ્મ છે પરંતુ વાત એવી નથી. દૃષ્ટિમાં આવનારા બધા સ્થળ છે ભલે તે આંખોથી જોઈ શકાય કે બાહ્ય સાધનોની સહાયતાથી જોઈ શકાય. જો કોઈ એમ પૂછી બેસે કે જો તે સ્થૂળ છે તો પછી પર્યાપ્ત સહાય વિના નજરે કેમ પડતા નથી ? તેનો ઉત્તર એ છે કે ઇન્દ્રિય-જ્ઞાનમાં બાહ્ય સાધનોની અપેક્ષા રહે છે. જ્યાં સુધી ઇન્દ્રિયને બાહ્ય સામગ્રીની પૂર્ણતા પ્રાપ્ત નથી થતી ત્યાં સુધી તે પોતાના વિષયને પૂર્ણપણે જાણી શકતી નથી.
૧. શ્રીમદ્ જયાચાર્યવૃત-ભગવતી જોડ શતક, ૧૮/૬.
=
બોરમો બોલ ૮૫ ૩ ===
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org