________________
દસ પ્રકારનાં મિથ્યાત્વ ૧. ધર્મને અધર્મ સમજવો.
૨. અધર્મને ધર્મ સમજવો. ૩. માર્ગને કુમાર્ગ સમજવો. ૪. કુમાર્ગને માર્ગ સમજવો. ૫. જીવને અજીવ સમજવો. ૬. અજીવને જીવ સમજવો ૭. સાધુને અસાધુ સમજવો ૮. અસાધુને સાધુ સમજવો
૯. મુક્તને અમુક્ત સમજવો
૧૦. અમુક્તને મુક્ત સમજવો
વિપરીત શ્રદ્ધાનરૂપ જીવના પરિણામને મિથ્યાત્વ કહે છે. જે વાત જેવી હોય તેને તેવી ન માનવી અથવા ઉલટી જ માનવી તે મિથ્યાત્વ છે.
તેરમો બોલ
વસ્તુનું સ્વરૂપ લક્ષણથી જાણી શકાય છે. લક્ષણ જ વસ્તુનો વિભાગ કરે છે. લક્ષણની પરિભાષા છે—એકત્ર વસ્તુઓને અલગઅલગ ક૨વી. આ બોલમાં આવેલ ધર્મ, અધર્મ, જીવ, અજીવ વગેરે વસ્તુઓના લક્ષણોનું જ્ઞાન જરૂરી છે. તેને જાણવાથી જ આપણે બોલના વાસ્તવિક રહસ્યને સમજી શકીએ છીએ.
જીવ-અજીવ ૦૮૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org