________________
ધર્મ-અધર્મ
જેના વડે આત્મ-સ્વરૂપની ઉન્નતિ અને અભ્યદય થાય તેને ધર્મ કહે છે. આત્મ-સ્વરૂપનો પૂર્ણ ઉદય તે મોક્ષ. ધર્મ બે પ્રકારના માનવામાં આવે છે–સંવર અને નિર્જરા. સંવરનો અર્થ છે— નવા કર્મોના પ્રવેશને રોકવો અને નિર્જરાનો અર્થ છે પહેલાં બંધાયેલા કર્મોનો નાશ કરવો. સંવરથી આત્મિક ઉવળતાની રક્ષા થાય છે અને નિર્જરાથી આત્મા ઉશ્વળ થાય છે. બીજા શબ્દોમાં સંવર છે આત્મ-સંયમ અને નિર્જરા છે સપ્રવૃત્તિ.
ધર્મને અધર્મ સમજવો અને અધર્મને ધર્મ સમજવો તે મિથ્યાત્વ
માર્ગ-કુમાર્ગ
જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ–આ ચાર મોક્ષના માર્ગ છે, સાધન છે, ઉપાય છે. જ્ઞાન દ્વારા આત્મા પદાર્થોના વાસ્તવિક સ્વરૂપને જાણે છે. દર્શન દ્વારા તેમના પર શ્રદ્ધા કરે છે. ચારિત્ર દ્વારા આત્મા નવીન કર્મોના પ્રવેશને અટકાવે છે અને તપ દ્વારા જૂનાં કર્મોનો વિનાશ કરીને આત્મા શુદ્ધ થાય છે, નિર્મળ થાય છે. આ ચારેયને મોક્ષનો માર્ગ ન સમજવો અને તેમનાથી જુદી વસ્તુને મોક્ષનો માર્ગ સમજવો તે મિથ્યાત્વ છે. જીવ-અજીવ
જૈન-દર્શનમાં જીવ-અજીવના અંતરને ભિન્ન-ભિન્ન દૃષ્ટિકોણથી ખૂબ બારીકાઈથી સમજાવવામાં આવ્યું છે. આત્મ-વિકાસ તરફ અગ્રસર થનાર વ્યક્તિને જીવ-અજીવના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થવું ખૂબ જ જરૂરી છે. જીવ-અજીવનું સ્વરૂપ જાણનાર જ સંયમનું સ્વરૂપ જાણી શકે છે.
જીવનું લક્ષણ છે ચેતના. ચેતના-લક્ષણ જ જીવને અજીવથી, જડ પદાર્થથી જુદો પાડે છે. જેમાં ચૈતન્ય હોય તે જીવ છે અને જેમાં ચૈતન્ય ન હોય તે અજીવ છે. જીવમાં અજીવની શ્રદ્ધા કરવી અને અજીવમાં જીવનો વિશ્વાસ કરવો તે મિથ્યાત્વ છે. સાધુ-અસાધુ
સાધુનું લક્ષણ છે–સંપૂર્ણ રૂપે પાંચ મહાવ્રતનું પાલન કરવું.
= (
તેરમો બોલ ૦૮૭ ૦ =
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org