________________
અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ–આ પાંચ મહાવ્રતોનું પાલન કરનારાને અસાધુ અને ન પાલન કરનારાને સાધુ સમજવો તે મિથ્યાત્વ છે. મુક્ત-અમુક્ત
મુક્ત આત્માનું લક્ષણ છે–આઠ કર્મોથી મુક્તિ કે છૂટકારો મેળવવો. મુક્ત કર્મ-રહિત હોય છે, જે કર્મ-રહિત છે તેને કર્મસહિત સમજવો અને જે કર્મ-સહિત છે તેને કર્મ-રહિત સમજવો તે મિથ્યાત્વ છે.
ધર્મ, માર્ગ, જીવ, સાધુ અને મુક્ત–આ પાંચ તત્ત્વો આધ્યાત્મિક ભવનના વિશાળ સ્તંભો છે. જીવ કે આત્મા મૂળ ભીંત છે. ધર્મ અને માર્ગ–બંને તેની ઉન્નતિના સાધનો છે. સાધુ આત્મોન્નતિનું કાર્યક્ષેત્ર છે, કેમ કે ધર્મ કે માર્ગની સાધના સાધુઅવસ્થામાં જ સારી રીતે થવી સંભવિત છે. સાધનાનું અંતિમ લક્ષ્ય કે ઉત્કૃષ્ટ ફળ મોક્ષ છે.
-
ફ
જીવે-અજીવ ૮૮ ૮
=
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org