________________
* પ્રસ્તુતિ
पढमं नाणं तओ दया
જૈન દર્શનનો આ સમન્વયાત્મક સિદ્ધાંત છે. જ્ઞાન વિના આચરણ શક્ય નથી અને આચરણ વિના જ્ઞાનની સાર્થકતા નથી. એટલે જ્ઞાન અને આચરણ બંનેનો સમન્યવ આવશ્યક છે.
આધ્યાત્મિક ક્ષેત્રમાં જ્ઞાનનું તાત્પર્ય છે મોક્ષ અને તેના સાધનો સંયમ, અહિંસા આદિનું જ્ઞાન. તે માટે અનિવાર્યછે જીવ અને અજીવનું જ્ઞાન. ભગવાન મહાવીરે કહ્યું છે.
जो जीवे विन याणाइ अजीवे वि न याणइ । जीवाजीवे अयाणंतो सो हु नाहिइ संजमं ॥
જે જીવને નથી જાણતો, અજીવને નથી જાણતો, જીવાજીવને નથી જાણતો તે સંયમને કેવી રીતે જાણી શકે?
એટલા માટે અહિંસક મનુષ્ય માટે, અહિંસા-સાધનામાં જીવ અને અજીવનું જ્ઞાન હોવું અનિવાર્ય છે. આનું વિવેચન જૈન દર્શનમાં વિશદ સ્વરૂપે ઉપલબ્ધ છે. ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણથી તેમનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
પચીસ બોલ નામે આ નાનકડો થોકડો- સ્તોક કૃત છે. તેમાં પચીસ બોલ – પચીસ વાક્યોનો સંગ્રહ છે. સંગ્રહકર્તાએ જીવ-અજીવનું વિશ્લેષણ સરળ અને વૈજ્ઞાનિક રીતે પ્રસ્તુત કર્યું છે. પચીસ બોલોનું સંક્ષિપ્ત વિવરણ આ પ્રમાણે છે
Jain Educationa International
૧. જીવની ઉત્પત્તિના ચાર મુખ્ય સ્થાનોનો નિર્દેશ.
૨. ઇન્દ્રિયોના આધારે જીવોનું વર્ગીકરણ.
૩. સ્થાવર અને ત્રસ જીવોનું સ્વરૂપ-વિવરણ. ૪. ઇન્દ્રિયો અને તેમના પેટા વિભાગો.
I
For Personal and Private Use Only
www.jainelibrary.org